કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના મતભેદ વિશે તો બધા જ જાણે છે. બંનેએ એકબીજા સાથે કામ કરવાનું બંધ કરી દીધું અને જાહેરમાં ઘણી વખત ટિપ્પણી પણ કરી હતી, પરંતુ લાગે છે કે સુપરસ્ટાર સલમાન ખાને તેમની વચ્ચેના મતભેદને દૂર કરી દીધા છે. જી હા, એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ અને સુનિલ એક સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
કપિલ શર્માએ ખુદ સલમાન ખાન અને સુનિલ ગ્રોવર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘બ્રધર્સ’ નાઇટ… હેપી બર્થડે સોહેલ ખાન ભાઈ.’ આ સાથે કપિલે આ પોસ્ટમાં સલમાનની સાથે સુનિલને પણ ટેગ કર્યા છે.
https://www.instagram.com/p/B6WCn6CAJyq/?utm_source=ig_embed
આ ફોટો જોયા બાદ ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે કે કપિલ અને સુનિલ ક્યારે સાથે કામ કરશે!
આપને જણાવી દઈએ કે સોહેલ ખાનની બર્થડે પાર્ટી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સેલિબ્રિટ કરવામાં આવી હતી, જેમાં જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ, જેનીલિયા ડિસોઝા, જ્યોર્જિયા એન્ડ્રીયા અને યુલિયા વંતુર સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યાં હતાં.
નોંધપાત્ર વાત એ છે કે સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 હાલમાં જ રિલીઝ થઈ છે, જેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મૂવીએ પહેલા જ દિવસે 24 કરોડથી વધુની કમાણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
