- જૂનાગઢ ACBના ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા
- 18 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયા પીઆઈ
- અમદાવાદ ACB એ ગોઠવ્યું હતું છટકું
- ગૌશાળાના કેસમાં માંગી હતી લાંચ
- અમદાવાદ ACBની ટીમે જૂનાગઢ જઈ બોલાવ્યો સપાટો
- ACBની આંટીમાં આવ્યા ACBના પીઆઈ
- ACB નાં PIનું નામ છે ડીડી ચાવડા
જીલ્લા ACBનાં PIને ACB દ્વારા જ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. અને લાંચની રકમ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. જી હા આ રમક છે અધધધ 18 લાખ…જૂનાગઢનાં ACB પોલીસ ઈન્સ્પેક્ટર ડીડી ચાવડા પોતે જ લાંચ લેતા ઝડપાય ગયા છે. જૂનાગઢનાં ACBનાં PI ડીડી ચાવડા દ્વારા ગૌશાળાનાં એક કેસમાં લાંચ માંગવામાં આવી હતી. અમદાવાદ ACB એ છટકું ગોઠવ્યું અને ACBનાં PI ડીડી ચાવડા 18 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા હતા. અમદાવાદ ACBની ટીમે જૂનાગઢમાં જઈ સપાટો બોલાવ્યો અને તે સાપાટામાં અને ACBની આંટીમાં ACBના જ પીઆઈ આવી ગયા છે.
રાજ્ય પોલીસમાં લાંચ રુશવત વિરોધ પોલીસની ટીમ દ્વારા અનેક વાર લાંચીયા અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત ACB દ્વારા આ મામલે એક અલગ જ રુતબો ઘરાવવામાં આવે છે અને કદાચ એટલા માટે જ એક ACBનાં PI પોતાનાં જ ડિપાર્ટમેન્ટની આન-બાન-શાન ભૂલી જઇ લાંચ લઇ રહ્યા હતા ત્યારે ACB દ્વારા પોતાની જ ટીમનાં PIને કોઇ વાલા-દવલાની રીતી વિના આબાદ છટકામાં ઝડપી લઇ પોતાની નિષ્ઠાનાં દર્શન કરાવી દેવામાં આવ્યા છે.
https://www.facebook.com/mantavyanews/videos/493296934871308/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
