Not Set/ #Flashback 2019/ ICC એ કર્યો સવાલ, કોણ છે દાયકાનો બેસ્ટ કેપ્ટન? મળ્યો આ જવાબ

વર્ષનાં અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યાર આઇસીસીએ આ વર્ષ અને આ દાયકા દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ક્રિકેટરોનાં રેકોર્ડની તપાસ શરૂ કરી દીધી છે. વર્ષનો અંત કોઈ પણ ખેલાડીનાં પ્રદર્શનની સમીક્ષા પણ લાવે છે, જેનાથી તે જાણવાનું સરળ બને છે કે કયો ખેલાડી કઈ રેસમાં આગળ છે. અમુક સમયે, માત્ર ડેટાની જુબાની એકલા પૂરતા પ્રમાણમાં […]

Uncategorized

વર્ષનાં અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યાર આઇસીસીએ આ વર્ષ અને આ દાયકા દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ક્રિકેટરોનાં રેકોર્ડની તપાસ શરૂ કરી દીધી છે. વર્ષનો અંત કોઈ પણ ખેલાડીનાં પ્રદર્શનની સમીક્ષા પણ લાવે છે, જેનાથી તે જાણવાનું સરળ બને છે કે કયો ખેલાડી કઈ રેસમાં આગળ છે. અમુક સમયે, માત્ર ડેટાની જુબાની એકલા પૂરતા પ્રમાણમાં સાબિત થતી નથી, પરંતુ ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો બંને સહિત ક્રિકેટને નજીકથી સમજતા લોકોનો અભિપ્રાય લેવો પણ જરૂરી છે.

આઇસીસીએ પણ તાજેતરનાં આ મુદ્દા પર દાયકાનાં શ્રેષ્ઠ કેપ્ટનનો નિર્ણય પોતે લેવાને બદલે ચાહકો પર છોડી દીધો અને જેનો જવાબ મોટાભાગનાં ચાહકોએ આપ્યો – મહેન્દ્રસિંહ ધોની. આઈસીસીએ ચાહકોને ક્રિસમસ પર એક ટ્વિટ દ્વારા ટિપ્પણી કરવા પ્રોત્સાહિત કર્યા. આઈસીસીનો સવાલ હતો – અમને જણાવો કે આ દાયકામાં તમારો ફેવરીટ કેપ્ટન કોણ છે?

આ પછી, ચાહકોએ ધોનીનાં નામે ટ્વીટની જાણે લાઇન બની ગઇ. એક યૂઝર્સ લખે છે- મનપસંદ કેપ્ટન, મનપસંદ વિકેટકીપર, મનપસંદ ખેલાડી, એક જ મેન – મહેન્દ્રસિંહ ધોની.

આ ટ્વીટ બાદ ટ્વીટ પર ટ્વીટ શરૂ થઇ ગયા હતા. જુઓ અહીં અન્ય ટ્વીટ…

ધોનીની કેપ્ટનશીપ હેઠળ એક જ દાયકામાં ભારતે વર્લ્ડ કપ 2011 જીત્યો હતો. આટલું જ નહીં, તેના બે વર્ષ બાદ ધોનીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને જીત અપાવી હતી. આ પહેલા, ધોની છેલ્લા દાયકામાં ભારતને 2007 નું ટી-20 વર્લ્ડ કપ પણ જીતાડી ચૂક્યોં છે.

https://twitter.com/rakulpreetfc_19/status/1209747908486139904

ધોની વિશે વાત કરીએ તો, તેણે વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે છેલ્લી મેચ રમી હતી, જ્યાં ભારતને જીત અપાવવા માટે તેના પર ભારે દબાણ હતું. ધોનીએ જાડેજા સાથે પાર્ટનરશીપ કરી હતી અને અંતિમ ઓવરો સુધી મેચ ખેંચી હતી પરંતુ ધોની રન આઉટ થયા બાદ ચિત્ર બદલાઈ ગયું હતું અને કપ જીતવાની ભારતની સુવર્ણ તકમાં પણ ચૂક થઈ ગઇ હતી. ધોનીનાં ફેન માટે સારા સમાચાર એ છે કે તેઓ માહીને હવે આઈપીએલની આ સીઝનમાં રમતા જોઇ શકશે.

Image result for dhoni 2019 semifinal"

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019ની અંતિમ મેચ રમ્યા બાદથી જ ધોની એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. દરમિયાન તેના રિટાયરમેન્ટનાં સમાચાર સામે આવતા રહ્યા છે, જો કે આ અંગે હજુ પણ કોઇ સ્પષ્ટતા થઇ નથી. મળી રહેલી માહિતી અનુસાર આઈપીએલની સીઝન પૂર્ણ થયા બાદ આ ભેદ ખુલી શકે છે. ધોનીનાં ફેન તેને આજે પણ રમતા જોવા માંગે છે. જો કે તેને બ્લ્યૂ જર્સીમાં ફેન ક્યારે જોશે અને જોઇ શકશે કે નહી તે પણ આવતા સમયમાં જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.