ગુજરાત સરકારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘટેલી દુષ્કર્મની ઘટનાઓના આંકડા વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન રજૂ કર્યા હતા.છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મના 6,116 કેસ નોંધાયા છે.સલામત દેખાતા ગુજરાતમાં બહેન દીકરીઓ જરાય સલામત નથી કારણ કે આંકડા અનુસાર ગુજરાતમાં દર સાત કલાકે એક દુષ્કર્મની ઘટના ઘટે છે જેમાં અમદાવાદ મોખરે હોવાનું સામે આવ્યુ છે.સુરત, રાજકોટ અને વડોદરા પણ આમાં પાછળ નથી.ગુજરાતમાં 2019 દરમિયાન દુષ્કર્મના અનેક કેસો બન્યા હતા જેમાં કેટલાક બનાવોએ તો દેશનું ધ્યાન ખેંચ્યું હતું.આવા કેટલાક ચર્ચાસ્પદ બનાવો પર ફરી નજર મારી લઈએ.
અમદાવાદ : તાંત્રિક વિધિના બહાને બહેનો પર દુષ્કર્મ
અમદાવાદમાં તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે એક ઠગ શખ્સે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ તાંત્રિક 2008થી દુષ્કર્મ આચરતો હતો. ચંડાળ ચોકડી અને મેલી વિદ્યાના બહાને બને બહેનો પાસેથી તેણે 24 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. અલગ અલગ ગેસ્ટ હાઉસમાં વિધિના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ચોટીલા/ પોલીસની નોકરીની લાલચ આપી યુવતી સાથે કર્યું દુષ્કર્મ
રાજકોટમાં 25 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ખોટું નામ ધારણ કરી તેને ચોટીલામાં લઈ જઈને એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.મહિલાને PSI બનાવવાની લાલચ આપી તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. મહિલા મિલકત ખરીદવા માટે વેબપોર્ટલ દ્વારા આ આરોપીના સંપર્કમાં આવી હતી.પોલીસ ફરિયાદ બાદ ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.એઝાઝ બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.
પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી ચાર યુવકોએ કર્યો ગેગરેપ,યુવતીએ ખોયો જીવ
અમદાવાદમા કોલેજમાં ભણતી એક યુવતી ઉપર ચાર યુવકોએ પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી ગેંગરેપ કર્યો હતો. 20 વર્ષીય યુવતી ગર્ભવતી બનતા ગેંગરેપની ઘટના સામે આવી હતી.યુવતીને મૃતબાળક અવતરતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. ગેંગરેપની પીડિત યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં તેનુ મોત થયું હતું.
યુવતીના મોત બાદ ચિરાગ વાઘેલા,હાર્દિક ,રાજ અને અંકિત પારેખની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને પહેલા સ્કૂલ ઓફ સાયન્સમાં નોકરી કરતા અંકિત સાથે પરિચય થયો હતો અને પહેલા અંકિતે હવશનો શિકાર બનાવી હતી. અને ત્યારબાદ અંકિત અને ચિરાગે ફરી યુવતીને હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ હાર્દિક અને રાજની એન્ટ્રી થાય છે અને આ બે મિત્રોએ પણ યુવતીને પીંખી નાખી હતી.
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આઠ મહિના પહેલા તેને કોલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દીક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખ્સો આવ્યા હતા. આ ચારે શખ્શોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી રેપ કર્યો હતો.
વડોદરા : નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા પર બે નરાધમોએ આચર્યું દુષ્કર્મ
વડોદરાના નવલખી મેદાનમાં મિત્ર સાથે ફરવા ગયેલી 14 વર્ષની સગીરા પર બે શખ્સોએ ગેંગરેપ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં તપાસ હાથ ધરીને દસ જ દિવસમાં બન્ને આરોપીઓને વડોદરાના તરસાલી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. જેમાં વડોદરાના તરસાલી ગંગાસાગર રોડના ફુટપાથ પર રહેતા કિશન કાળુભાઈ માથાસુરીયા (૨૮) અને તરસાલી ચોકડી પાસે સોમા તલાવડી પાસે કાચા છાપરામાં રહેતા જશો વનરાજ સોલંકી(૨૧)ની ધરપકડ કરી હતી.
સગીરા તેના મિત્ર સાથે નવલખી મેદાનમાં ફરવા ગઈ હતી.સગીરા યુવક સાથે મેદાનના ખુંણામાં સ્કુટર પર બેઠી હતી ત્યારે બે શખ્સો લુંટના ઈરાદે તેમની પાસે આવ્યા હતા. જોકે યુવક પાસે કંઈ ન મળતા આરોપીઓએ તેને મારઝુડ કરીને ભગાડી દીધો હતો. સગીરા પાસે પણ દાગીના કે કોઈ કિંમતી વસ્તુ ન હતી. જેને પગલે તેમણે કિશોરીને બે ત્રણ તમાચા મારીને બળજબરીપુર્વક ખેંચીને ગોલ્ફ ક્લબની દિવાલ પાસે લઈ ગયા હતા. સગીરાને લક્ષ્મીવિલાસ પેલેસના પાછળના ભાગે એકાદ કિલોમીટર દુર આંબાવાડીમાં લઈ જઈને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો અને બાદમાં તેઓ ફરાર થઈ ગયા હતા.
રાજકોટ : 8 વર્ષની બાળકીને ઉઠાવી જઇ કર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં 80 ફુટના રોડ પર એક ઝૂંપડામાં શ્રમિક પરિવાર સુતો હતો તે વેળા દરમિયાન એક અજાણ્યા શખ્સે 8 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કર્યુ હતું અને બાળકીને નાળા નીચે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરી તેને પાછી ઝૂંપડાથી દૂર મુકી નાશી ગયો હતો. તે સમયે બાળકી રડવા લાગી હતી. અને પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના પરિવારને જણાવી હતી. જેથી શ્રમિક પરિવારે પોલીસને જાણ કરી હતી.
પોલીસે આરોપીને પકડવા જુદી-જુદી 10 ટીમો બનાવી હતી અને શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીની બાતમી આપનારા માટે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.તમામ મામલાની તપાસ બાદ અને સીસીટીવીના આધારે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.હરદેવ નાથાબાવા નામના આરોપીએ 8 વર્ષની બાળકી ઉપર રેપ કરી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે આરોપી હરદેવને કરેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો પણ સામે અવી હતી. જે સ્થળે બાળકીને લઈ ગયો એ સ્થળે અવારનવાર તે મિત્રો સાથે દારૂ પીવા આવતો હતો અને જ્યાં બાળકીનો પરિવાર સૂતો ત્યાં પણ ઘણીવાર દારુ પીને પડ્યો રહેતો હતો.
સુરત/ બેટીઓ નથી સલામત..11 વર્ષની માસુમ બાળકી પર નરાધમ પિતાએ આચર્યું દુષ્કર્મ
સુરતમાં સાવકા પિતા દ્વારા 11 વર્ષની માસૂમ બાળકી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતુ હતુ. એટલું જ નહીં દુષ્કર્મ આચર્યા બાદ પિતાએ બાળકીને ધમકી પણ આપી હતી, જેના કારણે બાળકી પોતાની સાથે થઈ રહેલા ગુના અંગે કોઈને કહી ના શકી. પરંતુ જ્યારે પુત્ર અચાનક ઘરે આવ્યો ત્યારે પિતા રંગે હાથ ઝડપાયો હતો.
જે બાદ પુત્રએ આ વાત તેની માતાને કરી અને આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે સામે આવ્યું કે સાવકા પિતાએ એક કે બે વાર નહીં પરંતુ વારંવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જયારે પિતા જ ભક્ષક બને ત્યારે દીકરીઓનું કોણ તે પણ એક મોટો સવાલ ઉભા થાય છે.
વાપી/ દુષ્કર્મનો પ્રયાસ, 5 વર્ષીય બાળકી પર 16 વર્ષના સગીર દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
ગુજરાતના વાપીમાં પાંચ વર્ષની બાળકી સાથે 16 વર્ષના સગીરે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીના પાડોસમાં રહેતો સગીર બાળકીને પોતાના ઘરે લઈ ગયો અને તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બહાર આવતા પોલીસે સગીર આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી.
વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. યુવક વાપી ની એક શાળા માં ધોરણ 10 અભ્યાસ કરી રહ્યો છે. હાલ પોલીસએ સગીર યુવકની અટકાયત આકરી અને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
