Not Set/ બોલિવૂડ/ સલમાન ખાન પહેલી વાર આ કારણથી થયો હતો શર્ટલેસ, જાણો

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો આજે 54 મો જન્મદિવસ છે. સલમાન ખાન હંમેશા તેની ફિલ્મોની સાથે સાથે સ્ટાઇલને કારણે પણ હેડલાઇન્સમાં બની રહે છે. સલમાનની સ્ટાઇલ ઘણા લોકો ફોલો કરે છે. તેના ફેનની સંખ્યા એટલી વધારે છે કે તેનો અંદાજ ભાગ્યે જ કોઈ લગાવી શકે. સલમાનની તમામ સ્ટાઇલમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તે છે […]

Uncategorized

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો આજે 54 મો જન્મદિવસ છે. સલમાન ખાન હંમેશા તેની ફિલ્મોની સાથે સાથે સ્ટાઇલને કારણે પણ હેડલાઇન્સમાં બની રહે છે. સલમાનની સ્ટાઇલ ઘણા લોકો ફોલો કરે છે. તેના ફેનની સંખ્યા એટલી વધારે છે કે તેનો અંદાજ ભાગ્યે જ કોઈ લગાવી શકે. સલમાનની તમામ સ્ટાઇલમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તે છે તેનો શર્ટલેસ અવતાર. તે પોતાની મોટાભાગની ફિલ્મોમાં શર્ટલેસ સીન આપે છે.

Related image

સલમાનની આ સ્ટાઇલને તેના સ્ટારડમનું સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે. પરંતુ આ સવાલ દરેકને થયો હશે કે, સલમાન પહેલીવાર શર્ટલેસ ક્યારે થયો હતો. જે પછી તે ટ્રેન્ડ બની ગયો. આ 1989ની વાત છે જ્યારે સલમાન તેની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ માટે પહેલીવાર શર્ટલેશ થયો હતો. જો કે શર્ટલેશ સલમાન ખાન પ્યાર કિયા તો ડરના ક્યા થી વધુ પસંદ કરવામાં આવ્યો હતો.

Image result for maine pyar kiya salman khan shirtless"

આ 21 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે સલમાન ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માં શર્ટલેસ દેખાયો હતો. આ ફિલ્મ વર્ષ 1998 માં રિલીઝ થઈ હતી અને તે એક મોટી હિટ ફિલ્મ બની હતી. પરંતુ આ ફિલ્મ કરતા પણ વધુ તેનુ ગીત ‘ઓ ઓ જાને જાના’ વધુ પસંદ કરવામાં આવ્યુ હતુ.

Related image

21 વર્ષ જુનું આ ગીત આજે પણ લોકોની જીભે છે. સલમાને આ ગીતથી શર્ટલેસ થવાની શરૂઆત કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ ગીતમાં તેની પસંદગી અથવા સ્ક્રિપ્ટની માંગ પ્રમાણે સલમાન શર્ટલેસ બન્યો ન હતો. પણ તેની પાછળનું કારણ કંઈક બીજું જ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાને એક ઇન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘આ ગીતમાં મારે શર્ટ પહેરવાનો હતો પણ શર્ટનું કદ મને ફિટ નહોતું. આ ફિલ્મનું નિર્દેશન સોહેલ ખાને કર્યું હતું, તેથી તેણે મને શર્ટલેસ થઇને સ્ટેજ પર જવાનું કહ્યું.

Related image

સલમાને ‘ઓ ઓ જાને જાના’ ગીત વિશે જણાવ્યું હતું કે, આ ગીત ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ ફિલ્મનો એક ભાગ બનવાનો હતો. કારણ કે તે આ ફિલ્મ માટે લખાયેલું હતુ. પરંતુ મેકર્સે તેને સ્વીકાર્યું નહોતુ. સલમાને આ વિશે જણાવ્યું હતું કે, ‘મને આ ગીત અંગત રીતે ગમ્યું હતુ. તેથી મેં તેનો ઉપયોગ મારા હોમ પ્રોડક્શન ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં કરવાનો નિર્ણય લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.