Not Set/ વૈશ્વિક મંદીમાંથી પહેલો બહાર આવનારો દેશ ભારત હશે : HM અમિત શાહ

વૈશ્વિક મંદીના કામચલાઉ પ્રભાવો તમે જોઇ રહ્યા છો. મોદીજીના નેતૃત્વમાં નિર્મલા સીતારમણ જી અને અનુરાગ જી તેની સામે લડત માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. મારું માનવું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની મંદીથી મુક્ત થનાર સૌ પ્રથમ હશે. આ વિધાન છે ભારતનાં ગૃહમંત્રી અમિત શાહનાં. જી હા અમિત શાહ દ્વારા સિમલામાં એક રેલીમાં  સંબોધન કરતા […]

Top Stories India

વૈશ્વિક મંદીના કામચલાઉ પ્રભાવો તમે જોઇ રહ્યા છો. મોદીજીના નેતૃત્વમાં નિર્મલા સીતારમણ જી અને અનુરાગ જી તેની સામે લડત માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. મારું માનવું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની મંદીથી મુક્ત થનાર સૌ પ્રથમ હશે. આ વિધાન છે ભારતનાં ગૃહમંત્રી અમિત શાહનાં.

જી હા અમિત શાહ દ્વારા સિમલામાં એક રેલીમાં  સંબોધન કરતા કહેવામાં આવ્યું હતું કે, વિશ્વ આખું હાલ મંદી સામે જજુમી રહ્યું છે અને ભારત સરકાર દ્વારા આર્થતંત્રને ધબકતુ રાખવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતનાં કેન્દ્રીય નાણાંમંત્રાલય અને કેન્દ્ર સરકારની શિરસ્ત નેતાગીરીમાં ભારો ભાર વિશ્વાસ વ્યક્ત કરતા શાહે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં મંદીની અસર છે અને મંદીમાંથી  સૌ પ્રથમ બહેર નિકળનારો દેશ ભારત જ હશે. ભારતીય અર્થતંત્ર ફરી ધબકતુ થઇ જશે અને આ માટે PM અને FM સહિતના રાત દિવસ કામ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, હાલમાં જ IFMનાં પ્રમુખ અર્થશાસ્ત્રી દ્વારા ગીતા ગોપીનાથન દ્વારા PM મોદીની મુલાકાત લેવામાં આવી હતી,. અને ભારતીય અર્થતંત્ર વિશે ગંભીર આગામી અસરોની ચર્ચા કરવામાં આવી હતી. ગોપીનાથને ભારત સરકાર દ્રારા આ મામલે તત્વરીત અને અસરકારક પગલા લેવા જોઇએ તેવો આગ્રહ પણ અનેક વાર કર્યો છે. તો સાથે સાથે મૂડીઝ જેવી સંસ્થા દ્વારા પણ ભારતનાં રેટીંગને ડાઉન કરવામાં આવ્યું છે જે નજીકનાં ભવિષ્યમાં વિદેશી રોકાણ પર ખરાબ અસરો કરશે તેવુ અર્થશાસ્ત્રીઓનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.