Not Set/ તીડનાં આતંક સામે લડવા પડોશી દેશોનો સહકાર મેળવવા અશોક ગેહલોતે PM મોદીને નાખી ટહેલ

ગુજરાત સહિત રાજસ્થાન અને પાકિસ્તાની સરહદી વિસ્તારોમાં હાલ તીડનો ત્રાસ વરતાઇ રહ્યો છે. લાખોની સંખ્યામાં તીડ ખેડૂતોનાં લાહી સમા પરસેવાથી સંચેલ, ખેતરોમાં ઉભી મોલાતને નષ્ટ કરી કહ્યા છે. ગુજરાત-રાજસ્થાનનાં સરહદી જીલ્લા પરનાં ખેડૂતો તીડનાં આતંક સામે મરણીયો જંગ લડી રહ્યા છે. ત્યારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી દ્વારા તીડ મામલે PM મોદીને પત્ર લખવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રીનાં […]

Top Stories India

ગુજરાત સહિત રાજસ્થાન અને પાકિસ્તાની સરહદી વિસ્તારોમાં હાલ તીડનો ત્રાસ વરતાઇ રહ્યો છે. લાખોની સંખ્યામાં તીડ ખેડૂતોનાં લાહી સમા પરસેવાથી સંચેલ, ખેતરોમાં ઉભી મોલાતને નષ્ટ કરી કહ્યા છે. ગુજરાત-રાજસ્થાનનાં સરહદી જીલ્લા પરનાં ખેડૂતો તીડનાં આતંક સામે મરણીયો જંગ લડી રહ્યા છે. ત્યારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી દ્વારા તીડ મામલે PM મોદીને પત્ર લખવામાં આવ્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રીનાં પબ્લિક રિલેશન સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સીએમ અશોક ગેહલોતે વડા પ્રધાન મોદીને પત્ર લખીને તીડના આતંકને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય સરકારને પાકિસ્તાન અને અન્ય પડોશી દેશો સાથે સંકલન કરવાની વિનંતી કરી છે. જો આ દેશો પણ તીડ પર ગંભીર પગલા લેશે, તો જ તેને ઘટાડી શકાય તેમ છે.

આપને જણાવી દઇએ કે, જાણકારી પ્રમાણે તીડનું ઝુંડ રાજસ્થાનથી પાકિસ્તાન અને આરબ દેશો તરફ જઇ રહ્યું હતું અને અચાનક ગુજરાત-રાજસ્થાનનાં સરહદી જીલ્લામાં આતંક ફેલાવવા આવી ચડ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા તીડનાં તાડવ સામે પગલા લઇ ઉપચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પૂર્વે આ મામલે ભારત-પાકિસ્તાન બંને દેશો દ્વારા સંયુક્ત કવાયતો હાથ ધરવામાં આવી છે અને તીડનાં તાડવને અટકાવી શકાયું છે. આજ કારણે રાજસ્થાનનાં CM દ્વારા PM મોદીને આ મામલે યોગ્ય પગલા લેવા ટહેલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.