મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષની લાશ મળી આવી છે. એક વ્યક્તિ હજી ગુમ છે. આગને કાબૂમાં લેવામાં આવી છે.
આગ પર કાબૂ મેળવવા માટે 15 ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો ગુમ થયેલ વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, આગ ત્રીજા સ્તરની છે અને તેના પર કાબૂ મેળવવા કલાકો સુધી મહેનત કરવી પડી હતી. આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ઘણા નાના કારખાનાઓ છે.
#UPDATE Mumbai Fire Brigade: Bodies of one male & one female, who had gone missing in the fire, recovered. One other person still missing. Search operation underway. https://t.co/gb17mHsgFK
— ANI (@ANI) December 28, 2019
આગને કારણે મુંબઇ એરપોર્ટ પર કોઈ અસર થઇ નથી
ઘાટકોપર ખાતે ફેક્ટરીમાં લાગેલી આગને કારણે એક સમાચાર ફેલાયા હતા કે તેનાથી મુંબઈ એરપોર્ટની કામગીરીને અસર થઈ છે. જો કે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) એ આવા અહેવાલોને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે.
એમઆઈએએલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઘાટકોપરમાં આગને કારણે મુંબઇ એરપોર્ટના કામ પર અસર થઈ હોવાના અહેવાલો સાચા નથી. તમામ કામ રાબેતા મુજબ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
