Not Set/ નવા વર્ષે હાર્દિક પંડ્યાએ પોતાના સંબંધોને લઈને કર્યો મોટો ખુલાસો

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ-અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચના સબંધને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચા થઇ રહી હતી. આખરે હાર્દિક પંડ્યાએ તમામ અફવાઓ અને અટકળોને ખત્મ કરતા પોતાના સંબંધ વિશે ખુલાસો કર્યો છે. નવા વર્ષ પહેલા, હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નતાશા સાથેની એક તસવીર શેર કરીને તેના સંબંધની પુષ્ટિ કરી છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક […]

Uncategorized

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ-અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચના સબંધને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચા થઇ રહી હતી. આખરે હાર્દિક પંડ્યાએ તમામ અફવાઓ અને અટકળોને ખત્મ કરતા પોતાના સંબંધ વિશે ખુલાસો કર્યો છે. નવા વર્ષ પહેલા, હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નતાશા સાથેની એક તસવીર શેર કરીને તેના સંબંધની પુષ્ટિ કરી છે.

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ-અભિનેત્રી નતાશા પંડ્યાએ કર્યો પ્યારનો ઇજહાર

હાર્દિક પંડ્યા દ્વારા શેર કરેલી તસવીરમાં તેણે નતાશાનો હાથ પકડ્યો છે. પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, ‘મારા ફાયરવર્કના સાથે નવા વર્ષની શરૂઆત’. આ સાથે હાર્દિક પંડ્યાએ દિલનું ઇમોજી પણ બનાવ્યું છે. આ તસવીર અંગે ટિપ્પણી કરતાં ક્રિકેટરો યુઝવેન્દ્ર ચહલ, સિદ્ધેશ લાડ, હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી શર્મા, અભિનેતા અર્જુન કપૂર, સોફી ચૌધરી, ક્રિસ્ટલ ડિસોઝાએ હાર્ટ ઇમોજી બનાવ્યો છે. તે સ્પષ્ટ છે કે આ કપલ લોકોને ખૂબ જ પસંદ છે.

બંનેને ઘણી વખત એક સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર નતાશા હાર્દિકના પરિવારને પણ મળી ચૂકી છે. જો કે, બંનેમાંથી કોઈએ તેના વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી. હવે આ તસવીર સાથે બંનેના સંબંધોને ઓફિશિયલ માનવામાં આવી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના 26 મા જન્મદિવસ પર નતાશા સ્ટાનકોવિચે ઇન્સ્ટાગ્રામ પર હૃદયસ્પર્શી સંદેશ પોસ્ટ કર્યો. આ પછી ચર્ચા થઈ હતી કે બંને ડેટિંગ કરી રહ્યા છે. નતાશા અગાઉ અભિનેતા અલી ગોનીની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે, જેની સાથે તેણે ‘નચ બલિયે’ ટીવી શો પણ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ પણ નતાશાને મત આપવા અપીલ કરી હતી. હાર્દિક પંડ્યાનું નામ અગાઉ અભિનેત્રીઓ એશા ગુપ્તા, ઉર્વશી રાઉતેલા અને એલી અવરામ સાથે જોડાયું ચુક્યું છે. જો કે તેણે આના જેવા ફોટા ક્યારેય કોઈની સાથે શેર કર્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.