Not Set/ ઓટો/ ગ્રાહકોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી Maruti Suzuki, વેચાણમાં 2.5 ટકાની વૃદ્ધિ

અગાઉનું વર્ષ એટલે કે 2019 ઓટો ક્ષેત્ર માટે ખૂબ ખરાબ રહ્યુ હતું પરંતુ નવુ વર્ષ 2020  આવતા જ આ ક્ષેત્ર એકવાર ફરી જીવંત બન્યું હોય તેવુ દેખાઇ રહ્યુ છે. નવા વર્ષ આ ક્ષેત્ર માટે એક સારા સમાચાર લઇને આવ્યુ છે. ડિસેમ્બરમાં મારુતિ સુઝુકીનાં વેચાણમાં 2.5 ટકાનો વધારો થયો છે. મારુતિએ ડિસેમ્બર મહિનામાં કુલ 1,22,784 કારનું […]

Tech & Auto

અગાઉનું વર્ષ એટલે કે 2019 ઓટો ક્ષેત્ર માટે ખૂબ ખરાબ રહ્યુ હતું પરંતુ નવુ વર્ષ 2020  આવતા જ આ ક્ષેત્ર એકવાર ફરી જીવંત બન્યું હોય તેવુ દેખાઇ રહ્યુ છે. નવા વર્ષ આ ક્ષેત્ર માટે એક સારા સમાચાર લઇને આવ્યુ છે. ડિસેમ્બરમાં મારુતિ સુઝુકીનાં વેચાણમાં 2.5 ટકાનો વધારો થયો છે. મારુતિએ ડિસેમ્બર મહિનામાં કુલ 1,22,784 કારનું વેચાણ કર્યું છે. ડિસેમ્બર 2018 માં, કંપનીએ 1,19,804 વાહનોનું વેચાણ કર્યું હતુ. છેલ્લા એક વર્ષથી ઓટો ક્ષેત્રમાં થયેલા ઘટાડા અને ઓટો ક્ષેત્રમાં સુસ્તીને ધ્યાનમાં રાખીને આ એક રાહતનો સમાચાર છે. ડિસેમ્બરમાં મારૂતિએ આ સેગમેન્ટમાં 65,673 કારનું વેચાણ કર્યું હતું.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2019 માં ખૂબ જ મામૂલી વૃદ્ધિ બાદ, મારુતિનું વેચાણ સતત સાત મહિના સુધી ઘટ્યું હતું, જ્યારે મારુતિની ખરીદી જુલાઈથી ઓગસ્ટની વચ્ચે સૌથી ઘટી હતી. આ મહિનાઓમાં મારુતિનાં વેચાણમાં અનુક્રમે 35 અને 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2019 દરમિયાન મારુતિએ 14,87,739 વાહનોનું વેચાણ કર્યું છે. આપને જણાવી દઈએ કે છેલ્લી વખત ઓક્ટોબરમાં તહેવારની સિઝનમાં મારુતિનાં સેલમાં વધારો થયો હતો. આ પછી, નવેમ્બરમાં મારુતિનું વેચાણ ફરી 3.3 ટકા ઘટ્યું હતુ. જો કે, ડિસેમ્બરમાં મારુતિનાં એન્ટ્રી લેવલ (હેચબેક) કાર સેગમેન્ટ (ઓલ્ટો, એસ-પ્રેસો અને ઓલ્ડ વેગન આર) નું વેચાણ 13.6 ટકા ઘટીને 23,883 વાહનો પર પહોંચ્યું છે.

Related image

પરંતુ અન્ય નાની કાર જેવી કે નવી વેગન આર, સેલેરિયો, ઇગ્નિસ, સ્વીફ્ટ, બલેનો અને ડિઝાયરમાં લગભગ 28 ટકાની જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી. જોકે, મારુતિનાં પ્રીમિયમ સીઆઝ સિડાનમાં કારનાં વેચાણમાં 62 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન, મારુતિએ માત્ર 1,786 સીઆઝ કાર વેચી છે. ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2020 થી તેની કારની કિંમતોમાં વધારો કરવાની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતુ કે, છેલ્લા એક વર્ષમાં કાચા માલનાં વધતા જતા ખર્ચને કારણે કંપનીને ભાવ વધારવાની ફરજ પડી છે. જો કે, કંપનીએ હજી સુધી તેનો ખુલાસો કર્યો નથી કે કિંમત કેટલી વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.