ઇરાકનાં બગદાદ એરપોર્ટ પર રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આઠ લોકોનાં મોત નિપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયેલા હુમલામાં ઇરાકી સંસદ જૂથ અને બે મહત્વનાં સભ્યો માર્યા ગયા છે. પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, રોકેટ હુમલામાં બે વાહનો નષ્ટ થઇ ગઇ જેમાં બે ઉચ્ચ-સ્તરનાં લોકો સવાર હતા.
Hashed military force says 'US strike' killed top Iran, Iraq commanders at Baghdad airport: AFP news agency https://t.co/CtJiIKIjmb pic.twitter.com/3OXuNa2PzQ
— ANI (@ANI) January 3, 2020
ઇરાકનાં સ્ટેટ ટીવી અનુસાર બગદાદ હુમલામાં ઈરાન કમાન્ડર કાસિમ સુલેમાનીનું પણ મોત નીપજ્યું છે. આ ઉપરાંત, ઇરાકી હાશીદ અલ શાબી સૈન્ય દળનાં ડેપ્યુટી હેડ પણ આ હુમલામાં મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. માનવામાં આવે છે કે આ હુમલો એક સુયોજિત હુમલો છે, પીએમએફનાં સૂત્રોનું માનવું છે કે સંભાવનાઓ વધારે છે કે આ હુમલો અમેરિકાએ કર્યો હોય. હશીદ સૈન્ય દળનું કહેવું છે કે યુએસનાં હુમલામાં ઈરાન અને ઇરાકનાં ટોચનાં કમાન્ડરો મૃત્યુ પામ્યા છે.
Gen. Qassim Soleimani, head of Iran's elite Quds force, has been killed in an airstrike at Baghdad's airport. Strike also killed Abu Mahdi al-Muhandis, deputy commander of militias known as Popular Mobilization Forces. PMF blamed United States for the airstrike: Associated Press
— ANI (@ANI) January 3, 2020
સુત્રોનાં જણાવ્યા અનુસાર આ હુમલામાં અર્ધ લશ્કરી જૂથનાં વરિષ્ઠ અધિકારી માર્યા ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. આ હુમલામાં, રોકેટે પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સનાં બે વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રોટોકોલનાં વડા અને કેટલાક મહત્વપૂર્ણ લોકો એરપોર્ટની બહાર જતા હતા, તેમની કારને રોકેટ દ્વારા નિશાનો બનાવવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈએ પણ આ હુમલાની સત્તાવાર જવાબદારી લીધી નથી.
https://twitter.com/AFP/status/1212907451030224896
હુમલાનાં તુરંત બાદ ઇરાકનાં સિક્યોરિટી મીડિયા સેલે આ વિશે માહિતી શેર આપી હતી, જેમા કહેવામાં આવ્યું હતું કે, ઓછામાં ઓછા ત્રણ કત્યુશા રોકેટ એરપોર્ટ પર સ્થિત કાર્ગો હોલ નજીક પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર, તેઓએ સાયરનનો અવાજ સંભળાવ્યો હતો અને ઘણા હેલિકોપ્ટર હુમલા બાદ ત્યાં જોવા મળ્યા હતા. હુમલા પછી, આખો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે, જોકે આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ટ્રાફિક ચાલુ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બગદાદમાં યુએસ દૂતાવાસ પર ઈરાન સમર્થન મેળવેલ મિલિશિયાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ યુએસ અને ઇરાક વચ્ચેનાં તણાવમાં નોંધપાત્ર વધારો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
