બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી ઇન્ટરનેશનલ સ્ટાર સુધીની સફર કરનારી પ્રિયંકા ચોપડા તેના શાનદાર અભિનય તેમજ સલાથ લૂક માટે પણ જાણીતી છે. પ્રિયંકાએ રવિવારે કેલિફોર્નિયામાં આયોજિત 77 મા ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ્સ પર પોતાના લુકથી બધાને પ્રભાવિત કર્યા. ત્યાં જ આ કાર્યક્રમનો વિશેષ કાર્યક્રમ અમેરિકાના બેવરલી હિલ્ટન ખાતે યોજાયો હતો. જ્યાં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સાથે હોટ લૂકમાં જોવા મળી હતી. પરંતુ તેનો લુક સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને પસંદ નથી આવ્યો. જેના કારણે પ્રિયંકાને ખુબ જ ટ્રોલ કરવામાં આવી.
પ્રિયંકા ચોપરાના લુક વિશે વાત કરવામાં આવે તો તેણે Kukhareva London કલેક્શનમાંથી બ્લેક કલરની Rhea મિડી ડ્રેસ પહેર્યો હતો. જેમાં ટર્ટલ નેટની સાથે કમરની નીચે ટ્રાન્સ્પરેન્ટ ઓવરસાઇઝ ફ્લાવર લાગેલા હતા.
https://www.instagram.com/p/B6-8PHuBh4P/?utm_source=ig_embed
આ લુકની સાથે પ્રિયંકાએ મિનિમલ મેકઅપ, રેડ લિપસ્ટિકની સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. જેમાં પ્રિયંકા એકદમ હોટ જોવા મળી રહી હતી.
https://www.instagram.com/p/B6-6xt8hrG7/?utm_source=ig_embed
પ્રિયંકા ચોપરાનો આ લુક સોશિયલ મીડિયામાં એકદમ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ લૂકને પસંદ કરી રહ્યાં છે, જ્યારે ઘણા લોકો તેના આ લૂકથી નાખુશ પણ છે.
એક યુઝરે તે લખ્યું કે પ્રિયંકા આ શું પહેરે છે. આ સાથે જ બીજા એક યુઝરે લખ્યું કે લગ્ન બાદ પ્રિયંકાની ફેશન સેન્સ ઘણી ખરાબ થઈ ગઈ છે.
https://www.instagram.com/p/B6_nrsJBf24/?utm_source=ig_embed
એક યુઝર્સે લખ્યું બેકાર ડ્રેસ. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે આ ડ્રેસ એકદમ ડરામણી છે.
પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો રાજકુમાર રાવ સાથેની ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
