Not Set/ કન્નડ સ્ટાર યશના જન્મદિવસ પર મેકર્સે રીલીઝ કર્યું ‘KGF 2’નું નવું પોસ્ટર

કન્નડ સ્ટાર યશ આજે પોતાનો 34 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સુપરહિટ ફિલ્મ કેજીએફથી તમામના દિલ જીતનાર યશ ટૂંક સમયમાં કેજીએફ 2 માં જોવા મળશે. યશના જન્મદિવસ પર, કેજીએફ 2 મેકર્સે એક નવું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે કેજીએફ 2 નું યશનું નવું પોસ્ટર શેર કર્યું છે. https://twitter.com/prashanth_neel/status/1214614822832103424 પોસ્ટર શેર કરતા પ્રશાંતે […]

Uncategorized

કન્નડ સ્ટાર યશ આજે પોતાનો 34 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સુપરહિટ ફિલ્મ કેજીએફથી તમામના દિલ જીતનાર યશ ટૂંક સમયમાં કેજીએફ 2 માં જોવા મળશે. યશના જન્મદિવસ પર, કેજીએફ 2 મેકર્સે એક નવું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે કેજીએફ 2 નું યશનું નવું પોસ્ટર શેર કર્યું છે.

https://twitter.com/prashanth_neel/status/1214614822832103424

પોસ્ટર શેર કરતા પ્રશાંતે લખ્યું – અમારા રોકીને જન્મદિવસની શુભેચ્છાઓ. કેજીએફ 2 માં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જુલાઈ 2020 માં હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

https://www.instagram.com/p/B7CMzQCn_S-/?utm_source=ig_embed

યશના જન્મદિવસ પર, તેમની પત્ની રાધિકા પંડિતે પુત્રી આર્ય સાથે કેક બનાવવાનો એક વીડિયો શેર કર્યો હતો. રાધિકાએ આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી નહીં પરંતુ યશના એકાઉન્ટમાંથી જ શેર કર્યો છે. વિડીયો શેર કરતી વખતે તેણે લખ્યું- સરપ્રાઈઝ. અમે તમારા એકાઉન્ટમાં જે રીતે તમારા જીવનમાં છીએ તે રીતે લીધું છે. રોકિંગ સ્ટારના સૌથી મોટા ચાહક તરફથી જન્મદિવસની શુભેચ્છા.

આપને જણાવી દઈએ કે ગત વર્ષે ઓક્ટોબરમાં યશ અને રાધિકા બીજી વખત માતા-પિતા બન્યા હતા. રાધિકાએ એક પુત્રને જન્મ આપ્યો. બંનેની મુલાકાત ટીવી સિરિયલ દરમિયાન થઈ હતી. જે બાદ બંનેએ 2016 માં લગ્ન કર્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.