દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે આઈએસઆઈએસનાં ત્રણ આતંકવાદીઓને દબોચી પાડ્યા છે. ત્રણેય આતંકવાદીઓની ધરપકડ અથડામણ બાદ વજીરાબાદથી થઇ છે. પોલીસે તેમની પાસેથી હથિયારો કબજે કર્યા છે. હાલમાં દિલ્હી પોલીસનું સ્પેશલ સેલ આ ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ કરી રહ્યું છે.
પોલીસ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ કયા હેતુથી દિલ્હી આવ્યા હતા. પોલીસનાં ગુપ્તચર સુત્રોએ બાતમી આપી હતી કે આ આતંકીઓ પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) નાં રોજ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Delhi Police Special Cell busts ISIS terror module in Delhi, 3 terror suspects arrested pic.twitter.com/p1w8oLxrap
— ANI (@ANI) January 9, 2020
મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસને આ સંદર્ભમાં ગુપ્તચર વિભાગ તરફથી માહિતી મળી હતી, ત્યારબાદ સમગ્ર રાજધાનીમાં સુરક્ષા કડક બનાવી દેવામાં આવી હતી. બાદમાં બાતમીદારોની બાતમી પરથી સ્પેશિયલ સેલે કાર્યવાહી કરી ત્રણેયને ઘેરી લીધા હતા. અથડામણ બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
