Not Set/ IND vs SL, 3rd T-20 / ભારતે અંતિમ મેચમાં શ્રીલંકાને હરાવી વર્ષની પહેલી સીરીઝ કરી નામે

શુક્રવારે ભારતે ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 78 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ભારતે 6 વિકેટે 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકા 15.5 ઓવરમાં 123 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું. Another clinical display from #TeamIndia to clinch the series […]

Uncategorized

શુક્રવારે ભારતે ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 78 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ભારતે 6 વિકેટે 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકા 15.5 ઓવરમાં 123 રન બનાવીને ઓલ આઉટ થઈ ગયું હતું.

આ અગાઉ ભારતીય ટીમે શ્રીલંકા સામે 202 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ભારતીય ટીમે લોકેશ રાહુલ (54) અને શિખર ધવન (52)ની મદદથી પ્રથમ વિકેટ માટે 97 રનની પાર્ટનરશીપ કરી હતી. શરૂઆત સારી રહ્યા બાદ અંતિમ ઓવરમાં મનીષ પાંડે (અણનમ 31) અને શાર્દુલ ઠાકુરે (અણનમ 22) રનની તોફાની ઈનિગ્સ રમી 20 ઓવરોમાં 6 વિકેટનાં નુકસાને 201 રન બનાવી દીધા હતા. ભારતની પહેલી વિકેટ (ધવન આઉટ) 97 રને પડી હતી.

Image result for india vs sri lanka

ધવને 36 બોલનો સામનો કરીને 7 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. આ પછી, કેપ્ટને આ શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ સંજુ સેમસનને બેટિંગ માટે મોકલ્યો હતો. સેમસને પહેલી જ બોલમાં છક્કો ફટકારી ઈરાદો દર્શાવી દીધો હતો પરંતુ તે પછીનાં બોલમાં એલબીડબ્લ્યુ થઇ પેવેલિયન પરત ફર્યો હતો.

Image result for samson out

બેટિંગમાં સારુ પ્રદર્શન કરી રહેલા રાહુલ પણ અડધી સદી ફટકારી આઉટ થઇ ગયો હતો. રાહુલે 36 બોલનો સામનો કર્યો હતો અને 5 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. રાહુલની વિકેટ બાદ શ્રેયેશ ઐય્યર મેદનમાં આવ્યો હતો, જે લાંબા સમય સુધી વિકેટ પર ઉભો રહી શક્ય ન હતો અને 1 ચોક્કો ફટકાર્યા બાદ ટીમનાં 122 રન પર આઉટ થયો હતો. ધવન, રાહુલ અને ઐયરની વિકેટ લક્ષ્મન સંદાકનેએ લીધી જ્યારે સેમસનને વાનિંદુ હાસારંગાએ આઉટ કર્યો.

Image result for shreyas iyer

કેપ્ટન વિરાટ કોહલી (26) એ મનીષ પાંડેની સાથે મળીને સ્કોરને 150 પાર કર્યો હતો, પરંતુ કોહલી વધુ રન બનાવી જલ્દી જ આઉટ થયો હતો. કોહલીએ 17 બોલનો સામનો કરીને 2 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. તેની વિકેટ 18 મી ઓવરનાં ત્રીજા બોલ પર પડી અને ત્યારબાદ આવેલો વોશિંગ્ટન સુંદર (0) ખાસ કરી શક્યો નહતો અને પહેલા જ બોલમાં અપરકટ મારતા કેચ આઉટ થયો હતો.

Related image

ત્યારબાદ પાંડે અને શાર્દુલે ટીમને વધુ નુકસાન થવા દીધું નહીં. બંનેએ 14 બોલમાં 37 રનની પાર્ટનરશીપ કરી અંતિમ ઓવરોમાં શ્રીલંકાને હાફે ચઢાવી દીધુ હતુ. પાંડેએ 18 બોલમાં 4 ચોક્કાની મદદથી અણનમ વાપસી કરી હતી, જ્યારે શાર્દુલે 8 બોલની તોફાની ઇનિંગ્સમાં એક ચોક્કો અને બે છક્કા ફટકાર્યા હતા. શ્રીલંકાનાં સંદાકન અને વાનિંદૂ ઉપરાંત લાહિરુ કુમારાને એક-એક સફળ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.