Not Set/ Lrd મહિલા આંદોલન, અત્યાર સુધી 4 મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ, મહંત શંભુપ્રસાદ ટૂંડિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

વધુ એક આંદોલનકારી મહિલાની તબિયત લથડી અત્યાર સુધી 4 મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ  મહિલાઓને રાજ્યપાલને મળવા ન જવા દેવાઇ રાજ્યપાલને ન મળવા દેવાતા મહિલાઓમાં રોષ મહંત શંભુપ્રસાદ ટૂંડિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર ઓપન કેગેટરીમાં મેરીટ બાદ લાભ આપવા માંગ બંધારણના અધિકારોનું રક્ષણ  થાય તેમ નિર્ણય લેવા માંગ છેલ્લા 35 દિવસ થી LRD ની sc st obc […]

Uncategorized
  • વધુ એક આંદોલનકારી મહિલાની તબિયત લથડી
  • અત્યાર સુધી 4 મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ 
  • મહિલાઓને રાજ્યપાલને મળવા ન જવા દેવાઇ
  • રાજ્યપાલને ન મળવા દેવાતા મહિલાઓમાં રોષ
  • મહંત શંભુપ્રસાદ ટૂંડિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
  • ઓપન કેગેટરીમાં મેરીટ બાદ લાભ આપવા માંગ
  • બંધારણના અધિકારોનું રક્ષણ  થાય તેમ નિર્ણય લેવા માંગ

છેલ્લા 35 દિવસ થી LRD ની sc st obc નીઉમેદવાર મહિલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે, 35 દિવસ માં 4 વખત ડિટેઇન કરવામાં આવ્યા છે. અને અત્યાર સુંધીમાં 4 જેટલી મહિલાઓની તબિયત લથડી છે.  જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આજે પણ આ મહિલાઓ પોતાના ન્યાય માટે રાજ્યપાલ ને રજુવાત કરવા જતી હતી ત્યારે પણ તેમને ડિટેન કરવામાં આવી હતી.  જે સમયે વધુ એક મહિલાની તબિયત લથડતા તેમને 108માં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

તો  આ મામલે તેમના પ્રતિનિધિ રજનીકાંત ભાઈ ગૃહમંત્રી પ્રદીપસિંહ ને રજુવાત કરવા ગયા છે જો રજુવાત નો સુખદ અંત આવે તો આવતી કાલ નો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવી શકે છે. તો બીજી બાજુ રાજ્યસભાના સાંસદ અને દલિત સમાજના મહંત શંભુપ્રસાદ ટૂંડિયાએ મુખ્યમંત્રીને આ મહિલાઓના ન્યાય માટે પત્ર લખ્યો છે. ઓપન કેગેટરીમાં મેરીટ બાદ લાભ આપવા માંગ કરી છે. SC/ST/OBCને આરક્ષણનો લાભ આપવા મહંત દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે. બંધારણના અધિકારોનું રક્ષણ  થાય તેમ નિર્ણય લેવા માંગ કરીછે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.