ભારતીય રેલવેના નેટવર્કમાં પ્રથમ વખત કોઈ ટ્રેન મોડી થવા પર મુસાફરો વળતર આપે છે. હાલ માં જ શરુ થયેલી અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ લગભગ 630 મુસાફરોને ટ્રેન લેટ થવાના કારણે વળતર ચૂકવશે. આ ટ્રેન 80 મિનિટ મોડી પહોંચી. તેને લઈ મુસાફરો વળતર માટે હકદાર બને છે.
જો ટ્રેન એક કલાકથી વધારે મોડી હોય છે તો 100 રૂપિયા વળતર આપવામાં આવે છે. જ્યારે ટ્રેન 2 કલાક મોડી થવા 250 રૂપિયા વળતર આપવામાં આવે છે. આ બીજી વખત તેજસ એક્સપ્રેસ મુસાફરોને વળતર આપી રહી છે. વર્ષ 2019ના ઓક્ટોબર મહીનામાં દિલ્હી-લખનઉં તેજસ એક્સપ્રેસના 950 મુસાફરોને 3 કલાક મોડી ટ્રેન થવા પર 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.
આ ટ્રેન મીરા રોડથી ભાયંદરની વચ્ચે 12.38થી 1.30 સુધી ઓવરહેડ ઉપકરણોમાં ટેકનિકલ સમસ્યાના કારણે મોડી પડી હતી. તેજસ સાથે અન્ય 4 ટ્રેન પર પણ તેની અસર પડી હતી. મળતી માહિતી અનુસાર ઓવર હેડ ઈલેક્ટ્રિક વાયરના કારણે ટ્રેન લેટ થઈ હતી. યાત્રી 100 રૂપિયાના વળતરના હકદાર છે કારણ કે 75 મિનિટ લેટ ટ્રેન ચાલી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
