અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં કરવામાં આવતી હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં દિવસે ને દિવસે હત્યા જેવા બનાવને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના જનતા નગરમાં રહેલા ઇતબર અકરમ પઠાણ નામના 18 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.
અમદાવાદના શમા રો હાઉસમાં રહેતા સલમાનને રિઝવાન ખાન પઠાણ અને બિસ્મિલ્લા ખાન પઠાણ વચ્ચે કચરો નાખવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે બને જાણ સામસામે આવી ગયા હતા.
બોલાચાલી વધી જતા સલમાને ઈતબારને ફોન કર્યો હતો.જે બાદ ઇતબર અને તેના પિતા સલમાનના ઘરે આવ્યા હતા. ત્યારે આ બબાલ વધી ગઈ હતી અને તેવામા ઇતબાર બબાલને પતાવા માટે વચે પડ્યો હતો અને તેવામાં રિઝવાન અને બિસ્મિલ્લા પઠાણે તીક્ષ્ણ હથિયાર કાઢીને ઈતબરને છાતીના ભાગે મારી હતી.
ઇજાગ્રસ્ત યુવકને એલ જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો. જો કે ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
હત્યા કરનાર બે આરોપી પૈકી એક આરોપીની બિસ્મિલ્લા ઉર્ફે જગ્ગુ પઠાણની રામોલ પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ સરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
