Not Set/ ઘરેલું હિંસા સામે સમાજના ચહેરા પર થપ્પડ મારે છે તાપસીની ફિલ્મ, જુઓ ટ્રેલર

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ થપ્પડનું પહેલું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે,ટ્રેલર ઘણું ઇન્પ્રેસિવ લાગે છે. પોસ્ટરમાં તાપસીના એક્સપ્રેશંસ જોઈને લાગી રહ્યું છે કે તેને કોઈએ  થપ્પડ માર્યો છે. આ થપ્પડની વાર્તા ટ્રેલરમાં બતાવવામાં આવી છે. આમાં મહિલાઓ સામે બનતી વસ્તુઓ માટે સમાજનું વલણ બતાવવામાં આવ્યું […]

Uncategorized

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ થપ્પડનું પહેલું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે,ટ્રેલર ઘણું ઇન્પ્રેસિવ લાગે છે. પોસ્ટરમાં તાપસીના એક્સપ્રેશંસ જોઈને લાગી રહ્યું છે કે તેને કોઈએ  થપ્પડ માર્યો છે. આ થપ્પડની વાર્તા ટ્રેલરમાં બતાવવામાં આવી છે. આમાં મહિલાઓ સામે બનતી વસ્તુઓ માટે સમાજનું વલણ બતાવવામાં આવ્યું છે.

ટ્રેલરમાં મહિલાઓ સામે અન્યાય અને ઘરેલું હિંસાને પ્રશ્નાર્થ આપવામાં આવ્યો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક દંપતી તેનું સામાન્ય જીવન જીવે છે, પરંતુ પછી પાર્ટીમાં પતિ તેની પત્નીને બધા વચ્ચે થપ્પડ મારી દે છે. જે બાદ પત્ની (તાપસી પન્નુ) ખુબ જ ગુસ્સે થઇ જય છે, અને લગ્નજીવન પર સવાલો કરે છે. ટ્રેલરમાં ફિલ્મના જબરદસ્ત ડાયલોગની ઝલક પણ જોવા મળી રહી છે.

આ અગાઉ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં અવાયું હતું. તાપસી આ અગાઉ અનુભવ સિન્હા સાથે કામ કરી ચુકી છે. તે સિન્હાની ફિલ્મ મુલ્કમાં જોવા મળી હતી. જેમાં તેની ખૂબ પ્રશંસા થઈ હતી. થપ્પડના નિર્માતા ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનુભવ સિન્હા છે.

https://www.instagram.com/p/B77x2-JJhtd/?utm_source=ig_embed

આ ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ રિલીઝ થવાની છે. થપ્પડ સિવાય તાપસી ફિલ્મ શબાશ મીટ્ટુમાં પણ જોવા મળશે. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજની બાયોપિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.