ગેમ્બલિંગ એટલે કે જુગારની લત અને જુગારથી થતા નુકશાન વિશે કશું કહેવાની કોઇ જરુર જ નથી. જે કારણે ભૂતકાળમાં મહાભારત જેવું વિનાશ કરી યુદ્ધ શુધ્ધા આપ્યું છે, તે વિષય પર કશું કહેવાનું બાકી જ શું હોય. છતા પણ દેશભરમાં અને વિશ્વભરમાં જુગારનું ઘેલું આજે પણ એટલું જ જોવામાં આવે છે.
કયાં વિકાસ છે તે બીજા ક્ષેત્રોમાં કદાચ હજુ શોધવા પડે પરંતુ જુગારે તો વિકાસની હરણ ફાળ ભરી હોય તેમ અનેક ફોર્મેટમાં હાલ ઉપલબ્ધ છે. તેમા પણ આશિર્વાદ રુપી ટેક્નોલોજીનાં અભિષાપને કારણે જુગાર અને લોટરી પણ અનેક રીતે ઓનલાઇનમાં પણ ઉપલબ્ધ છે અને લાખો લોકોનાં જીવનને તહેસનહેસ કરી રહી છે. ત્યારે તેનાં પર પ્રતિબંધ કેમ ન હોવો જોઇએ તે પણ એક સવાલ છે.
આવા જ સવાલોનાં જવાબમાં કદાચ પંજાબ સરકાર દ્વારા ક્રાંતિકારી કામ કરવામાં આવ્યું છે અને પંજાબ સરકાર દ્વારા લોટરી (નિયમન) અધિનિયમ 1998 ની કલમ 5 હેઠળ રાજ્યમાં તમામ પ્રકારની ઓનલાઇન લોટરી યોજનાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Punjab Government to ban the sale of all types of online lottery schemes in the state under section 5 of the Lotteries (Regulation) Act 1998. pic.twitter.com/8d2ppxbQsF
— ANI (@ANI) January 31, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
