Not Set/ દુર્ગંધની ફરિયાદ પર પોલીસે બંધ મકાનનો દરવાજો ખોલ્યો, મળ્યા 5 મૃતદેહ

ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના સદર કોટવાલીના શાંતિનગર વિસ્તારમાં પડોશીઓની બાતમી મળતાં પોલીસ એક ઘરમાંથી પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રામભરોસે નામના વ્યક્તિ પાસેથી પાંચ લોકોના મૃતદેહ મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં હંગામો મચી ગયો છે. પોલીસ કેસના દરેક પાસાથી તપાસમાં લાગી ગઈ છે. અપર પોલીસ અધિક્ષક રાજેશ કુમારના જણાવ્યા મુજબ, રામભરોસે નશો કરતો વ્યક્તિ છે, જે […]

India

ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના સદર કોટવાલીના શાંતિનગર વિસ્તારમાં પડોશીઓની બાતમી મળતાં પોલીસ એક ઘરમાંથી પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. રામભરોસે નામના વ્યક્તિ પાસેથી પાંચ લોકોના મૃતદેહ મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં હંગામો મચી ગયો છે. પોલીસ કેસના દરેક પાસાથી તપાસમાં લાગી ગઈ છે.

અપર પોલીસ અધિક્ષક રાજેશ કુમારના જણાવ્યા મુજબ, રામભરોસે નશો કરતો વ્યક્તિ છે, જે દારૂ પીવાને લઈને ઘરમાં ઝગડા કર્યા કરતો હતો, જેના કારણે તેની પત્નીએ તેની ચાર પુત્રી સાથે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. સ્થળ પર ઝેરના બોક્સેસ મળી આવ્યા છે, જેમાંથી અનુમાન લગાવી શકાય છે કે આ આત્મહત્યાનો મામલો છે.

અપર પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પડોશીઓએ ઘરની અંદરથી દુર્ગંધની ફરિયાદ કરી હતી, જ્યારે પોલીસ ઘરના દરવાજા પાસે પહોંચી ત્યારે અંદરથી રામભરોસેની પત્ની સહિત ચાર પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ નજીક ઝેરી ડબી મળી આવતા એવું માનવામાં અવી રહ્યું છે કે માતાએ તેની ચાર પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી છે. હાલ ગુમ થયેલ પતિ રામભરોસેની શોધખોળ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રામભરોસેના મળ્યા બાદ આખો મામલો ખુલવાની ધારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.