Not Set/ ટાઇગર શ્રોફે તેના પિતા જેકી શ્રોફને આ રીતે પાઠવી જન્મદિવસ શુભેચ્છા

ટાઇગર શ્રોફ અને જેકી શ્રોફની બોન્ડિંગ વિશે બધાને ખબર જ છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે. પિતા જેકીના જન્મદિવસ પર હવે ટાઇગરે એક ખાસ નોટ લખી છે. સાથે જ જેકીની થ્રોબેક ફોટો પણ શેર કરી છે. ટાઇગરે પોસ્ટમાં લખ્યું – કદાચ તમારા જેવો શાંત, પ્રતિભાશાળી, ગૂડ લુકિંગ, સરળ, પ્રેમાળ ક્યારે કોઈ નહીં હશે! […]

Uncategorized

ટાઇગર શ્રોફ અને જેકી શ્રોફની બોન્ડિંગ વિશે બધાને ખબર જ છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે. પિતા જેકીના જન્મદિવસ પર હવે ટાઇગરે એક ખાસ નોટ લખી છે. સાથે જ જેકીની થ્રોબેક ફોટો પણ શેર કરી છે.

ટાઇગરે પોસ્ટમાં લખ્યું – કદાચ તમારા જેવો શાંત, પ્રતિભાશાળી, ગૂડ લુકિંગ, સરળ, પ્રેમાળ ક્યારે કોઈ નહીં હશે! પણ મને એક વાતની ખાતરી છે કે મને જેટલો તમારા પર ગૌરવ છે તેટલો તેમને મારા પર નહીં હોય. જન્મદિવસની શુભેચ્છા પપ્પા

આપને જણાવી દઈએ કે એક્ટર ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ ફિલ્મ બાગી 3 માં શ્રોફ એક સાથે જોવા મળશે. આ પહેલી વાર છે જ્યારે ટાઇગર અને જેકી પહેલીવાર સાથે જોવા મળશે. મેકર્સે તેની પુષ્ટિ કરી.

https://www.instagram.com/p/B8AnEHfnKUm/?utm_source=ig_embed

ફિલ્મ બાગી 3 માં શું છે જેકી શ્રોફનો રોલ?

નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે – અહમદ ખાન બાગી 3 ને દિગ્દર્શિત કરી રહ્યો છે. આ ફિલ્મ એક્શન ડ્રામા બાગીનો ત્રીજો હપ્તો છે. આ ફિલ્મમાં જેકી ટાઇગર શ્રોફના પિતાનો રોલ કરશે. ફિલ્મમાં તે પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને અંકિતા લોખંડે મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થશે.

આ સિવાય જેકી શ્રોફ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.