ઇસ્તાંબુલમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, વિમાન રન-વે પરથી સરકી ગયું હતું જેના કારણે ત્રણ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે 179 મુસાફરો ઘાયલ થયાં હતાં. બુધવારે વિમાન ઉતરતા સમયે ઇસ્તંબુલનાં સબિના ગોકિન એરપોર્ટ પર આ અકસ્માત થયો હતો. તુર્કીનાં આરોગ્ય પ્રધાન ફરેટિન કોકાએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે વિમાનમાં સવાર કુલ 183 મુસાફરોમાંથી 179 મુસાફરો ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ વિમાન પેગસસ એરલાઇન્સનું હતું અને ઇઝમિrરથી આવી રહ્યું હતું. વિમાનમાં કુલ 183 મુસાફરો હતા, જ્યારે ક્રૂ નાં 6 સભ્યો પણ વિમાનમાં સવાર હતા. જો કે, ઘાયલ મુસાફરોની હાલત વિશે હજી સુધી કોઈ મક્કમ માહિતી મળી નથી. અકસ્માત પાછળનું કારણ બહાર આવ્યું નથી. આપને જણાવી દઈએ કે તાજેતરનાં વર્ષોમાં આ પ્રકારની બીજી ઘટના છે જ્યારે પેગસસનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે.

જાન્યુઆરી 2018 ની શરૂઆતમાં, વિમાન પણ રનવે પરથી સરકી ગયું હતું, જોકે તે સમયે 168 મુસાફરો સલામત હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મેડિકલ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનનો આગળનો ભાગ અલગ થઇ ગયો હતો. દુર્ઘટનાનાં વીડિયો મુજબ વિમાનને મોટું નુકસાન થયું છે. વિમાનનાં કેટલાક ભાગોમાં પણ આગ લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
