આ શુક્રવારે એટલે કે વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસે મલંગ અને શિકારા બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને દિશા પાટનીની મલંગ રોમાંસ અને એક્શન બેસ્ડ છે, જ્યારે શિકારા કાશ્મીરી પંડિતોનના પલાયન પર બનાવવામાં આવી છે.
એક મેગેઝિને એવો અંદાજ લગાવ્યો છે કે રિલીઝના પહેલા જ દિવસે મલંગ 8-9 કરોડની કમાણી કરી શકે છે. જો કે વેપાર વિશ્લેષક ગિરીશ જોહર અપેક્ષા રાખી રહ્યા છે કે આ આવક 6 થી 8 કરોડની વચ્ચે રહેશે. જ્યારે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરનો માચો લુક અને બોડી હેડલાઇન્સ મેળવી રહી છે, ત્યારે લોકો દિશા પાટનીના હોટ લૂકનો પણ આનંદ લઈ રહ્યા છે.
બીજી ફિલ્મ શિકારા વિશે વાત કરવામાં આવે તો, શિકરા એક સંવેદનશીલ મુદ્દો છે અને ફિલ્મની કાસ્ટ સારી રીતે જાણીતી નથી, તે અર્થમાં આ ફિલ્મ નાના શહેરોમાં ઓછી કમાણી કરશે, તેથી ફિલ્મના પ્રથમ દિવસની કમાણી 50 લાખથી એક કરોડની થાય છે. તેવી શક્યતા છે
શિકરાનું દિગ્દર્શન જાણીતા ફિલ્મ ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સાદિયા અને આદિલ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ગીતો પણ બહુ પોપુલર થયા નથી પરંતુ સ્પેશલ સ્ક્રીનિંગ બાદ ફિલ્મની પ્રશંસા કરી છે અને તેથી તેને શહેરોમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
મલંગ વિશે વાત કરીએ તો મોહિત સુરી દિગ્દર્શિત આ ફિલ્મ રોમાંસની સાથે સાથે રોમાંચક અને એક્શન પર આધારિત છે. આદિત્ય રોય અને દિશા પાટનીની સાથે આ ફિલ્મમાં અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ છે. મોહિત સુરીએ આદિત્યની સાથે આશિકી 2 જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
