Not Set/ #DelhiAssemblyElection2020/ દિલ્હીમાં મતદાન પૂર્ણ, એક્ઝિટ પોલમાં AAP ની સરકાર ફરી…

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન એક મહિનાની રાજકીય ગરમા-ગરમી બાદ આજે સમાપ્ત થયું. દિલ્હીનાં તમામ મતદાન મથકો ઉપર સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજનાં છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર હાલમાં છે. મતદાનને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો […]

Top Stories Gujarat Assembly Election 2022 India

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન એક મહિનાની રાજકીય ગરમા-ગરમી બાદ આજે સમાપ્ત થયું. દિલ્હીનાં તમામ મતદાન મથકો ઉપર સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજનાં છ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર હાલમાં છે. મતદાનને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી 56.75 ટકા મતદાન નોંધાયું છે. ઘણી ચેનલો અને એજન્સીઓનાં એક્ઝિટ પોલમાં, આમ આદમી પાર્ટીની સરકાર ફરીથી બની રહી હોય તેવું લાગે છે. ગત વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ભાજપનું પ્રદર્શન સુધરતું જણાયું છે. વળી ઘણા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની હાલતમાં કોઈ સુધારો થયો નથી અને તેનું ખાતું પણ ખુલશે તેવુ જણાતું નથી. એક્ઝિટ પોલ દ્વારા દિલ્હીમાં કોણ સરકાર બનાવી શકશે તેનો અંદાજ મળશે.

અત્યાર સુધીનાં એક્ઝિટ પોલ્સ અનુસાર ગત વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ‘આપ’ 17 બેઠકો ગુમાવી રહી છે. તેને 50 બેઠકો મળવાનો અંદાજ છે. વળી બીજેપીને 16 બેઠકોનો લાભ મળે તેવુ દેખાઇ રહ્યુ છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 19 બેઠકો મળવાનો અંદાજ છે. સર્વેમાં કોંગ્રેસને એક બેઠકનો ફાયદો મળવાની ધારણા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું પણ ખોલ્યુ ન હતું.

Delhi Assembly Election 2020

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.