સુપ્રીમ કોર્ટે દ્વારા મળેલ ઠપકો અને સરકારની સખ્ખતાઇ બાદ, એરટેલે એજીઆર વૈધાનિક લેણાંમાંથી 10000 કરોડ ચૂકવ્યા છે. એએનઆઈ અનુસાર, કંપનીએ આ માહિતી આપી છે.
આપને જણાવી દઇએ કે, શુક્રવારે સુપ્રીમ કોર્ટે એજીઆર વૈધાનિક બાકીના ચુકવણીમાં વિલંબ માટે ટોચની ટેલિકોમ કંપનીઓને ફટકાર લગાવી હતી. ફટકાર બાદ શુક્રવારે સાંજે વિભાગે ટેલિકોમ કંપનીઓને મધરાત સુધીમાં રૂ.1.47 લાખ કરોડની બાકી રકમ પરત ચુકવવા નિર્દેશ આપ્યો હતો. દૂરસંચાર વિભાગે કહ્યું હતું કે, ભારતી-એરટેલ, વોડાફોન-આઇડિયા અને અન્ય કંપનીઓએ શુક્રવારે રાત્રે 11:59 વાગ્યા સુધીમાં સમયમર્યાદા પહેલાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ની રકમ ચૂકવવી પડશે, પરંતુ તેમ છતા કોઈ પણ કંપનીએ તેની ચૂકવણી કરી નહી. વળી, દૂરસંચાર વિભાગનાં આદેશ બાદ, ભારતી એરટેલે 20 ફેબ્રુઆરી સુધીમાં 10 હજાર કરોડ જમા કરાવવાનું કહ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે બાકીની રકમ આગામી સુનાવણી પહેલા ચુકવશે. એજીઆરની ગણતરી માટે થોડો સમય જરૂરી છે.
Airtel Bharti Limited pays Rs 10,000 Crores to the Telecom Department towards AGR (adjusted gross revenue) dues. pic.twitter.com/5maqJkUDqJ
— ANI (@ANI) February 17, 2020
એજીઆર ઇશ્યુ શું છે
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, કોમ્યુનિકેશન્સ મંત્રાલય દ્વારા ટેલિકોમ કંપનીઓ દ્વારા લેવામાં આવતી વપરાશ અને લાઇસેંસિંગ ફીસ છે. તેના બે ભાગો છે – સ્પેક્ટ્રમ યૂઝર્સ ચાર્જ અને લાઇસેંસિંગ ફી, જે અનુક્રમે 3-5% અને 8% હોય છે.
ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે કહ્યું હતું કે એજીઆરની ગણતરી કોઈ ટેલિકોમ કંપનીની કુલ આવક અથવા આવકનાં આધારે હોવી જોઈએ, જેમાં ડિપોઝિટ ઇન્ટરેસ્ટ અને એસેટ વેચાણ જેવા નોન-ટેલિકોમ સ્રોતોની આવકનો સમાવેશ થાય છે. બીજી તરફ, ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે એજીઆરની ગણતરી માત્ર ટેલિકોમ સેવાઓથી થતી આવકનાં આધારે થવી જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય માનતા નેટલકોમ વિભાગનાં સમર્થનમાં નિર્ણય આપ્યો છે.
અહીં જુઓ કે કઈ કંપનીનું કેટલું ચુકવણું બાકી છે
| કંપની | ચુકવણી બાકી |
| ભારતીય એરટેલ | 21,682 કરોડ રૂપિયા છે |
| વોડાફોન-આઇડિયા | 19,823.71 કરોડ રૂપિયા છે |
| બીએસએનએલ | 2,098.72 કરોડ રૂપિયા છે |
| એમટીએનએલ | 2,537.48 કરોડ રૂપિયા છે |
| આરકોમ | 16,456 કરોડ રૂપિયા છે |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
