દેશમાં કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. સરકાર લોકોની સલામતીની ચિંતા કરી રહી છે. વીમા કંપનીઓને કોરોના વાયરસ સંબંધિત માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. સૂચનો અનુસાર વીમા કંપનીઓને કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પર સંપૂર્ણ નાણા ચૂકવવા પડશે. વીમા કંપનીએ પોલીસી ક્લેમની સંપૂર્ણ રકમ મૃતકનાં પરિવારને ચૂકવવાની રહેશે.
લાઇફ ઇન્સ્યુરન્સ કાઉન્સિલે વીમા કંપનીઓને કડક સૂચના આપી છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામે છે, તો તેના પરિવારને પોલીસી ક્લેઇમની સંપૂર્ણ રકમ મળશે. વીમા કંપની ચૂકવવાનો ઇનકાર કરી શકતી નથી. આ સૂચના પછી, જો કોઈ વીમા કંપનીનાં પોલીસી ધારક કોરોના વાયરસથી મૃત્યુ થાય છે, તો તેના નામાંકિતને તેની પોલીસી દાવાની સંપૂર્ણ રકમ મળશે. ક્લેમ માટે વીમા ધારકનાં નામાંકિત વ્યક્તિને અરજી કરવાની રહેશે અને વીમા ધારકનું મોત કોરોનાથી થયુ છે તેની ખરાઇ કરવા માટે કાગળો પૂરા પાડવાના રહેશે.
તમામ ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ જીવન વીમા પરિષદની આ સૂચનાનું પાલન કરવું પડશે. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવ્યા હતા કે વીમા કંપનીઓ ક્લેમ હેઠળ કોરોના વાયરસથી મૃત્યુને ધ્યાનમાં લેતી નથી, કારણ કે કોવિડ-19 એક સંપૂર્ણપણે નવો રોગચાળો છે અને તેની નીતિમાં કોઈ ચર્ચા નથી થઈ. આવી સ્થિતિમાં, જીવન વીમા પરિષદે તુરંત જ તમામ વીમા કંપનીઓને સૂચનાઓ જારી કરી હતી કે વિલંબ કર્યા વિના, કોરોના ચેપને કારણે મૃત્યુનાં કિસ્સામાં દાવાને નકારી શકાય નહીં.
માહિતી આપતા જીવન વીમા પરિષદનાં મહામંત્રી એસ.એન. ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, વીમા કંપનીઓએ કોવિડ-19 સંબંધિત મૃત્યુ અંગે ક્લેમ કરવા સંમત થવું પડશે. આ માટે વીમા કંપનીનાં ચક્કર લગાવવાની જરૂર નથી. જેનુ ડિજિટલ રીતે વ્યવહાર કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
