ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં પિતા આનંદસિંહ બિષ્ટની તબિયત ખરાબ હોવાના સમચાર સામે આવી રહ્યા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આનંદસિંહ બિષ્ટની હાલત ખૂબ જ નાજુક છે, તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે, જ્યા તેમનું ડાયાલિસિસ પણ રવિવારે કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, લિવર અને કિડનીની તકલીફને કારણે આનંદસિંહ બિષ્ટને 13 માર્ચે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલનાં ગેસ્ટ્રો વિભાગનાં ડૉક્ટર વિનીત આહુજાની ટીમ યોગી આદિત્યનાથનાં પિતાની સારવાર કરી રહી છે અને હાલમાં તેમની હાલત નાજુક છે.
આપને જણાવી દઇએ કે, રવિવારે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીનાં પિતા વિશે જુદી જુદી અફવાઓ શેર કરવામાં આવી હતી, પરંતુ એઈમ્સનાં સૂત્રોએ તે નકારી કાઠીને કહ્યુ કે આનંદસિંહ બિષ્ટની સ્થિતિ સ્થિર છે. મળતી માહિતી મુજબ 9 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીનાં પિતાએ ડિહાઇડ્રેશન અને બીપીની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને હિમાલયની હોસ્પિટલ જોલીગ્રાન્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર સિનિયર ડૉક્ટર મોહમ્મદ અકરમની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીનાં પિતાને અહીં 9 ફેબ્રુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
