Not Set/ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનને લઈને ખુબ જ દુઃખ સમાચાર મળી રહ્યા છે. દિગ્ગજ એક્ટર ઈરફાન ખાનનું નિધન થઇ ગયું છે. જણાવીએ કે એક્ટર ઇરફાન ખાનની તબિયત લથડતાં તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોલન ઇન્ફેક્શનથી ચેપ લાગ્યાં બાદ તે આઈસીયુમાં હતા. ઇરફાનને હોસ્પિટલમાં દાખલ કર્યાના બુધવારે તેમનું નિધન થયું છે. ઈરફાન ખાનના અવસાન […]

Uncategorized
બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનને લઈને ખુબ જ દુઃખ સમાચાર મળી રહ્યા છે. દિગ્ગજ એક્ટર ઈરફાન ખાનનું નિધન થઇ ગયું છે. જણાવીએ કે એક્ટર ઇરફાન ખાનની તબિયત લથડતાં તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોલન ઇન્ફેક્શનથી ચેપ લાગ્યાં બાદ તે આઈસીયુમાં હતા. ઇરફાનને હોસ્પિટલમાં દાખલ કર્યાના બુધવારે તેમનું નિધન થયું છે.

ઈરફાન ખાનના અવસાન બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. થોડા દિવસો પહેલા તેની માતાનું અવસાન થયું હતું. અચાનક તબિયત લથડતાં ઇરફાન ખાનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2018 માં, ઇરફાન ખાનને ખબર પડી કે તેમને ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમર છે. ઇરફાન ખાન લંડનમાં આ રોગની સારવાર લઈ રહ્યા હતા અને થોડા સમય પહેલા તે ભારત આવ્યા હતા.