Not Set/ #Coronavirus/ દારૂની દુકાન ખુલી તો એક શખ્સે ખરીદી 50 હજારથી વધુની દારૂ, બિલ વાયરલ થતા નોંધાયો કેસ

દેશવ્યાપી લાગુ લોકડાઉન દરમિયાન સોમવારથી ઘણા રાજ્યોમાં દારૂનું વેચાણ શરૂ કરવામા આવ્યું હતુ. દારૂની દુકાનો ખોલતા જ રસ્તાઓ પર ભારે ભીડ ઉતરી ગઇ હતી. ઘણા રાજ્યોમાં દારૂનું રેકોર્ડ વેચાણ નોંધાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકમાં દારૂનું રેકોર્ડ વેચાણ નોંધાયું છે. કર્ણાટકમાં આશરે 45 કરોડની દારૂ માત્ર એક જ દિવસમાં વેચાઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ […]

India

દેશવ્યાપી લાગુ લોકડાઉન દરમિયાન સોમવારથી ઘણા રાજ્યોમાં દારૂનું વેચાણ શરૂ કરવામા આવ્યું હતુ. દારૂની દુકાનો ખોલતા જ રસ્તાઓ પર ભારે ભીડ ઉતરી ગઇ હતી. ઘણા રાજ્યોમાં દારૂનું રેકોર્ડ વેચાણ નોંધાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકમાં દારૂનું રેકોર્ડ વેચાણ નોંધાયું છે. કર્ણાટકમાં આશરે 45 કરોડની દારૂ માત્ર એક જ દિવસમાં વેચાઇ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર, કર્ણાટકમાં 52,841 રૂપિયામાં દારૂ ખરીદવાનું બિલ વાયરલ થઈ રહ્યું છે. આ બિલ વાયરલ થયા પછી દારૂ ખરીદી અને વેચાણ કરનારાઓને ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકનાં આબકારી ખાતાએ બેંગલુરુનાં એક દારૂ વેચનાર સામે મર્યાદા કરતા વધારે દારૂ વેચવા બદલ કેસ નોંધ્યો છે.

આબકારી ખાતાનાં નિયમ મુજબ, લિકર શોપ્સ કોઈપણ વ્યક્તિને દરરોજ ભારતમાં બનેલી વિદેશી દારૂ 2.6 લિટર અને 18 લિટરથી વધુની બીયર વેચી શકશે નહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંગલુરુનાં એક દારૂ વિક્રેતાએ 135 લિટર દારૂ અને 35 લિટર બીયર ગ્રાહકને વેચીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બિલ દ્વારા દારૂની ખરીદી કરનાર વ્યક્તિની ઓળખ હજુ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.