કોરોના ઇફેક્ટમાં પણ જે મામલે દેશ અને ખાસ કરીને રાજ્યનું રાજકારણ ગરમાયેલું જોવામાં આવી રહ્યું છે. અને વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી દ્વારા તો રાજીનામુ આપુ કે તમે આપો તેવી જે મામલે ચેલેન્જ પણ મુખ્યમંત્રીને કરી દેવામાં આવી છે એ ગુજરાતમાં વસતા અને હાલનાં સંજોગામાં ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય લોકો મામલે કોંગ્રેસનાં અમદાવાદનાં MLA અને જે ખુદ પણ કોરોનાની ઝપેટે ચડી ચૂક્યા છે તેવા ઇમરાન ખેડવાળાએ કલેકટરને પત્ર લખ્યો છે.
પત્રમાં MLA ઇમરાન ખેડાવાલા દ્વારા કલેક્ટર અમદાવાદને રજુઆત કરવામાં આવી છે કે, પોતાનો વિસ્તાર હાલ રેડ ઝોનમાં આવે છે. અને આ વિસ્તારમાં પણ અનેક પરપ્રાંતીય લોકો રહે છે. રેડ ઝોન વિસ્તાર હોવાના કારણે આ પરપ્રાતિય લોકો પોતાના વતન જઇ નથી શકતા, માટે પોતાના મત વિસ્તારમાં વસતા પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસનાં MLA ઇમરાન ખેડાવાલા અમદાવાદનાં ખાડીયા વિસ્તારનુ પ્રતિનીધીત્વ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
