Not Set/ CoronaUpdateIndia/ દેશમાં ઝડપથી વધી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં નોંધાયા સૌથી વધુ કેસ

દેશમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં કોવિડ-19 ચેપગ્રસ્તનો કુલ આંકડો 67,152 પર પહોંચી ગયો છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 2,206 લોકોનાં મોત થયાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 67,152 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 4,213 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં […]

India

દેશમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં કોવિડ-19 ચેપગ્રસ્તનો કુલ આંકડો 67,152 પર પહોંચી ગયો છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 2,206 લોકોનાં મોત થયાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 67,152 પર પહોંચી ગઈ છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 4,213 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં આ નવા કેસોની સૌથી મોટી સંખ્યા છે. અગાઉ, સૌથી વધુ આંકડો 3,900 નવા દર્દીઓનો હતો. વળી, છેલ્લા 24 કલાકમાં તેના કારણે 97 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 20,917 દર્દીઓ આ રોગથી ઠીક થયા છે. કોરોના ચેપનાં પ્રસારને રોકવા માટે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યો છે, જે 17 મે સુધી અમલમાં રહેશે. જે બાદ દેશમાં શું સ્થિતિ બને છે તે એક મોટો સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.