Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,722 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો પહોંચ્યો…

આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 44 લાખથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 2 લાખ અને 97 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના […]

India

આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 44 લાખથી વધુ સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધી 2 લાખ અને 97 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના મામલા વધીને 78003 થઈ ગયા છે. અત્યાર સુધી 2549 લોકોના જીવ ચાલ્યા ગયા છે. રાહતની વાત એ છે કે 26235 લોકો ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 3722નો વધારો થયો અને 134ના મોત થયા છે. દેશમાં અત્યારે કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 78,003 થઈ ગઈ છે. આમાં 49,219 સક્રિય કેસ, 26,235 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 2549 મોત શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.