કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે. હવે કોરોના કેસ પ્રમાણે કયો વિસ્તાર રેડ, ગ્રીન કે ઓરેન્જ ઝોનમાં છે તે નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્યોને આપી છે.
નવા આદેશ પ્રમાણે શું બંધ રહેશે
– મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ
-મેટ્રો સર્વિસ, સ્કૂલ, કોલેજ
– હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ
– દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો
-ધાર્મિક સ્થળો બંધ રહેશે.
– સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બહાર ન નિકળવાનો પ્રતિબંધ યથાવત છે.
અમુક છૂટ સાથે નીચે મુજબની ગતિવિધિઓ શરૂ થઇ શકશે
-રાજ્યો વચ્ચે સહમતિ સાથે પેસેન્જર વાહન અને બસ સેવા શરૂ કરી શકાશે
– હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.
-કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતની સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન
