Not Set/ કોરોના મહામારીએ Auto LPG Industry ની તોડી કમર, ટેક્સમાં છૂટની ઉઠી માંગ

દેશમાં ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ઓટો એલપીજી ઉદ્યોગની કમર તૂટી ગઇ છે. આ જ કારણ છે કે તેણે  કોરોનાવાયરસ રોગચાળાને લીધે થતા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર પાસેથી ટેક્સમાં છૂટની માંગ કરી છે. ભારતીય ઓટો એલપીજી કોએલિશનનાં જણાવ્યા અનુસાર, દેશવ્યાપી લોકડાઉન અને વ્યાપક સ્તર પર ટ્રાફિક પ્રતિબંધોને કારણે થ્રી વ્હીલર્સ, ઓટો એલપીજી સહિતનાં મોટાભાગનાં વાહનોનાં વેચાણમાં […]

Business

દેશમાં ચાલી રહેલા લોકડાઉનનાં કારણે ઓટો એલપીજી ઉદ્યોગની કમર તૂટી ગઇ છે. આ જ કારણ છે કે તેણે  કોરોનાવાયરસ રોગચાળાને લીધે થતા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર પાસેથી ટેક્સમાં છૂટની માંગ કરી છે. ભારતીય ઓટો એલપીજી કોએલિશનનાં જણાવ્યા અનુસાર, દેશવ્યાપી લોકડાઉન અને વ્યાપક સ્તર પર ટ્રાફિક પ્રતિબંધોને કારણે થ્રી વ્હીલર્સ, ઓટો એલપીજી સહિતનાં મોટાભાગનાં વાહનોનાં વેચાણમાં ભારે ઘટાડો આવ્યો જેના કારણે ગેસની માંગ પર અસર પડી છે.

ભારતીય ઓટો એલપીજી કોએલિશનનાં ડાયરેક્ટર જનરલ, સુયશ ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “વાહનોની માંગમાં ઘટાડો થવાને લીધે તેલ અને ગેસ ક્ષેત્રમાં તીવ્ર ઘટાડો થયો છે. જો કે, દેશમાં હાલ મંદી છે, કારણ કે ઓટો એલપીજી ક્ષેત્રમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.” ભારતમાં આ શુધ્ધ બળતણનાં મોટાભાગનાં ગ્રાહકો કોમર્શિયલ વાહનો અને થ્રી વ્હીલર્સ છે, જે રસ્તા પર નથી ચાલી રહ્યા. અમે ખાસ વિનંતી કરી છે કે નાણાકીય વર્ષ 2020-21 માટે ઓટો એલપીજી ઓપરેટરો અને સ્ટેશન માલિકો પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 15 ટકા કરવામાં આવે અને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન નવા રિટેલ આઉટલેટ્સ માટે 6 મહિનાનું ટેક્સ અવકાશ પ્રદાન કરવામાં આવે.

સીધા કરવેરા છૂટ ઉપરાંત આઈએસી એ સ્થાનિક એલપીજીનાં સમાન દરે ઓટો એલપીજી પર 5 ટકા જીએસટી ટેક્સ વસૂલવાની તુરંત જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ઉદ્યોગનું કહેવું છે કે, આ પગલાથી ગ્રાહકોને ઓછી કિંમતે મુસાફરી કરવામાં મદદ મળશે. ખાસ કરીને, દેશભરમાં એકંદરે એલપીજીનાં વેચાણમાં ઓટો એલપીજીનો ઉપયોગ 2 ટકાથી ઓછો છે. ઉદ્યોગે ઓટો એલપીજી કન્વર્ઝન કીટ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.