જમ્મુ-કાશ્મીરનાં કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેયની ધરપકડ કુપવાડા જિલ્લા સોગમથી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, આ ત્રણેય આતંકી સંગઠનો લશ્કર સાથે જોડાયેલા છે, આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે ગયા મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઘણા સૈનિકો પણ શહીદ થયા છે.
આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકીઓની ગતિવિધિઓ ઘણી વધી ગઇ છે. આજે ફરી એકવાર કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. દરમિયાન લોલાબ જંગલોમાંથી સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને પકડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય આતંકી સંગઠનો લશ્કર સાથે સંકળાયેલા છે. આ અગાઉ આતંકીઓએ શ્રીનગરમાં બીએસએફ જવાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બીએસએફનાં બે જવાન શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે બુધવારે જણાવ્યું હતું કે ફરજ બજાવતાં બે બીએસએફ કર્મચારી નજીકની દુકાનમાંથી કંઈક ખરીદવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક સવારોએ તેમના પર હુમલો કર્યો હતો. એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું. આતંકીઓ તેમની પાસેથી હથિયારો પણ લઇ ગયા હતા.
Three newly recruited terrorists have been arrested by joint forces at Sogam of Kupwara district. Further investigation underway: Jammu and Kashmir Police pic.twitter.com/mEapV90XI1
— ANI (@ANI) May 21, 2020
