Not Set/ કેવી રહેશે આપની 28/05/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 28 મે 2020, ગુરૂવાર) -અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] મેષ (અ,લ,ઈ) – વૃદ્ધ અને સંતો તરફથી તમને લાભ થઈ શકે છે. ઘરમાં આનંદનો સમય વર્તાય છે. દિલમાં શાંતિ જણાય. સવારના સમયમાં મન થોડું ચંચળ રહે પણ જેમ જેમ દિવસ વિતશે તેમ તેમ શાંતિ જણાશે. કોઈપણ કાર્ય […]

Uncategorized

દૈનિક રાશિભવિષ્ય (તા. 28 મે 2020, ગુરૂવાર)

-અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

મેષ (અ,લ,ઈ) – વૃદ્ધ અને સંતો તરફથી તમને લાભ થઈ શકે છે. ઘરમાં આનંદનો સમય વર્તાય છે. દિલમાં શાંતિ જણાય. સવારના સમયમાં મન થોડું ચંચળ રહે પણ જેમ જેમ દિવસ વિતશે તેમ તેમ શાંતિ જણાશે. કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે તમારું મનોબળ મક્કમ હશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) – કુળદેવીના મંદિરે દર્શન કરવા જવાની ઇચ્છા થાય પણ હમણાં નીતિ-નિયમોને આધારે ન જવામાં જ શાણપણ છે. કાર્યની બાબતમાં જીવનસાથી સાથે થોડો મતભેદ રહે પણ સંયમ જાળવવો. તમારું કાર્ય અટવાયેલું જણાય  જેથી તમારું મન અશાંત રહે. ધન સંબંધી હજુ હાથ ખેંચમાં રહે તેવું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) – જુદા જુદા અનેક પ્રશ્નોમાં તમારે જોતરાવું પડે. આજનો દિવસ તમારા માટે સ્હેજ વ્યસ્ત હોય તેવું જણાય છે. વેપારમાં હમણાં શાંતિ રાખવી બહુ ઉધમાત ન કરવો. શાંતિથી વિચારીને તમારે નિર્ણય લેવો જેથી સફળતા મળે. વેપાર સંબંધી કાર્યોમાં પિતા સાથે થોડો મતભેદ રહે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) –  જો તમે કુંવારા હશો તો તમને લગ્ન કરવાના વિચારો આવશે. તમારી પાસે જે વિકલ્પો હશે તેમાંથી તમે પસંદગી કરવાના મૂડમાં આવી જશો. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં જીવ ચોંટશે અને જુદા જુદા ઘણાં વિષયો ઉપર અભ્યાસ કરવાનો થશે. બપોર પછી તમારું મન કોઈ એક વિચારમાં ખોવાઈ જાય તેવું બને પણ નકારાત્મક વિચારો ખંખેરી આગળ વધજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) – આરોગ્યની સાવધાની રાખવી પડશે. જો તમે સામાજિક કાર્યો સાથે સંકળાયેલા હશો તો આજે તમારા માટે સુમેળભર્યો દિવસ હોઈ શકે છે. આજે અચાનક કોઈ પ્રવાસ કરવાનો થાય. જમીન-મકાનના કાર્યોમાં આજે તમારે વધારે પ્રવૃત્ત થવું પડે તેવું જણાય છે. વળી, આજે તમારે ગુસ્સા ઉપર પણ વધારે કાબૂ રાખવો પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) – મિત્રો સાથેના સંબંધો આજે તમને લાભ આપે. કેટલાક પડકારો આજે તમને દેખાશે પણ તમારે હિંમતથી આગળ વધવું. તમારા પ્રયત્નો આજે તમને સફળ બનાવશે. યુવામિત્રોને આજે પ્રેમ સંબંધમાં થોડી ઊણપ વર્તાઈ શકે છે માટે સાવધાની રાખવી. વિદ્યાર્થીમિત્રોની સૂઝબૂઝ આજે વિશેષ ખીલી જાય તેવું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) – આજે સંયમ રાખવાનો દિવસ છે. તમારા કુળદેવીની ઉપાસના આજે તમારો માર્ગ વધુ સરળ કરશે. તમારી તકલીફોનો અંત આવવાની શક્યતા પૂરી છે. પેટની નાની-મોટી તકલીફોથી સાચવવું અને વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં થોડી વધુ તકેદારી રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) – ભાગ્યના બળે આજે આગળ વધી જશો. કોઈ શુભ સમાચાર અથવા શુભપ્રસંગના સંકેત મળે છે. તમારા અટક્યા કાર્ય આગળ વધે અને તમારો મળવાપાત્ર લાભ તમને મળી જવાના સંકેત મજબૂતપણે મળે છે. વેપારમાં તમને સફળતા મળે અને જીવનસાથી સાથે તમારો જો ગજગ્રાહ ચાલતો હશે તો તેમાં વિરામ આવશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ,ઢ) – ઘર અને વાહન સંબંધી કાર્યો આજે આગળ ધપે. અચાનક ધન પ્રાપ્તિના અવસરો પણ રચાયા છે. લાંબાગાળાના રોકાણમાં આજે લાભ થાય અને તમને સંતોષ થાય તેવા સમાચાર મળી શકે છે. કોઈ આફત અવસરમાં પલટાઈ શકે અને આપને લાભ થાય, આથી, તમે ધીરજ રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –   ખોટી જિદ્દ તમારે છોડવી પડશે. વધુ પડતા રિસાઈ જશો તો તમારી પાસેથી આવેલી તક ચાલી જશે માટે થોડું મોટું મન રાખજો. તમારી અપેક્ષા કરતા ઓછું મળે પણ બરાબર ન્યાયિક વિચારશો તો તમને કંઈ બહુ ખરાબ નહીં લાગે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ,ષ) – થોડી કંજૂસાઈ કરવાની ઇચ્છા થાય. વડીલો તરફથી તમારે થોડી શિખામણ લેવી પડે. જેટલી વધુ શિસ્ત રાખશો તેટલા જ તમે ફાવશો. આરોગ્યની સાવધાની આજે તમારે વધારે રાખવાની રહેશે. જો કોઈ દાક્તરી સર્જરી કરાવવાની હોય તો શિવજીની ઉપાસના અવશ્ય કરજો અથવા તમારા કુળદેવતાની ઉપાસના પણ કરી શકો છો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,ચ,ઝ,થ) – ઘરમાં થોડી ચર્ચા-વિચારણા લાંબી થાય. કોઈપણ ચર્ચા જ્યારે વધુ પડતી લાંબી ચાલે ત્યારે થોડો મતભેદ સર્જાય છે. તમારે ભાષા ઉપર સંયમ રાખવાનો રહેશે તમારી ભાષા તમારા માટે દુશ્મનો ઊભા ન કરે તેની સાવધાની રાખજો. ધન સંબંધી મામલે સાવધાની રાખજો અને હા… તમારા ઈલેક્ટ્રોનિક સાધનોને પણ સાચવવાના રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.