Not Set/ કેવી રહેશે આપની 1/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 1 જુન 2020, સોમવાર ) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) મેષ (અ,લ,ઈ) –  આપના માટે ધનપ્રાપ્તિના અવસરો રચાય. આજે થોડો વ્યસ્ત દિવસ રહેશે પણ […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 1 જુન 2020, સોમવાર )

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

મેષ (અ,લ,ઈ) આપના માટે ધનપ્રાપ્તિના અવસરો રચાય. આજે થોડો વ્યસ્ત દિવસ રહેશે પણ પરિવારમાં થોડી આનંદ લાગણી પણ છવાઈ જશે. કેટલાક કાર્યોમાં તમને આશાની નવી કિરણ દેખાશે. તમારા પ્રયત્નો સતત વધુ ધન કમાવા પાછળ રહેશે. મન દઈને કાર્ય કરજો ફળ પ્રાપ્તિ થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) – આજે મગજ વધારે ચલાવવું પડે. લેખન અને વાંચનમાં આપનો સમય વ્યતિત થાય તેવું જણાય છે. લાભપૂર્ણ દિવસ વીતી શકે છે. સંતાન સંબંધી કાર્યો આજે વેગ પકડે. આપના હૃદયમાં શાંતિ જણાય અને ઘર સંબંધી કાર્યો વેગ પકડે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) – મનમાં જાત જાતના ભય સતાવે. આપના કાર્યમાં આપને રૂકાવટોનો સામનો કરવો પડે. કાર્ય જે દિશામાં જતું હોય તે દિશામાં જવા દો આપ તેમાં વધારે અંતરાય નાંખશો તો મુશ્કેલી ઊભી થશે. આજનો દિવસ તમારા માટે વિઘ્નદોડ જેવો રહી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) –  આજે ધનલાભની શક્યતા છે. નોકરીયાતોને તેમના ઉપરી અધિકારી દ્વારા તેમજ વેપારીઓનો લાભ થવાની શક્યતા વધારે છે. આપે ભાષામાં સાવધાની રાખવી પડશે. આજે આપની ભાષા થોડી ડિપ્લોમેટીક બની શકે છે. પરિવારમાં થોડો વાદવિવાદ થવાની શક્યતા પણ દેખાય છે. બપોરના સમયે મન ગહન ચિંતનમાં ડૂબી જાય તેવી શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) – હમણાં આપના માટે સુખના દિવસો ચાલે છે. તમે જે ઇચ્છો તે આપને મળી જાય છે. આ પરંપરા આજે પણ ચાલુ જ રહેશે. આજે આપના યશ-માનમાં ઉમેરો થશે. આપનું સુખસ્થાન મજબૂત છે. ઘરમાં જુદા જુદા ખર્ચાને લઈને થોડો વાદવિવાદ થશે માટે તમારે સંયમ જાળવવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) – આજે તમારે બીજા માટે કાર્ય કરવાનું છે. તમને જશની અપેક્ષા જે તમારાથી બે વેંત દૂર રહી જશે માટે થોડિ નિરાશાનો સામનો કરવાનો આવી શકે છે. બપોર પછી અચાનક નાનો પ્રવાસ કરવો પડે તેવી શક્યતા ઊભી થાય. વેપારમાં તમારે થોડી સાવધાની રાખવી. બિલ બનાવવામાં કે હિસાબ કરવામાં આજે થોડી ગરબડ થઈ શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) – આજે પિતા સાથે વાદવિવાદની શક્યતા છે. જો તમે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના કાર્ય સાથે જોડાયેલા હશો તો આજે તમારા કાર્યો સરળ બનશે. બીજા અન્ય કાર્યોની સાથે સાથે તમારો આરોગ્યની સાવધાની પણ રાખવી પડશે. સંબંધોમાં થોડી કડવાટ આવી શકે છે માટે તમારે સાવધાની રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) – આજે તમે થોડા લાગણીશીલ બની જાવ તેવું બને. ઘરમાં થોડો મતભેદ ઊભો થઈ શકે તેમ છે માટે થોડી સાવધાની રાખજો. ભાગીદારી પેઢીના વેપારમાં આપના માટે સુમેળની રચના થાય. અન્યોનો સહકાર મળે અને આપનું કાર્ય સિદ્ધ થાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ,ઢ) – કાર્યમાં રૂકાવટ આવી શકે છે. ખાસ કરીને જો તમે વેપાર કરતા હશો તો આજે થોડા અંતરાયનો સામનો કરવો પડે. જો કોઈ અગત્યનો નિર્ણય કોઈની પાસેથી લેવાનો હોય તો આજે ખૂબ વિવેકથી વાત કરજો. કોઈ પરિવર્તનની નવી દિશા આજે તમને મળી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –  આજે સહકારની ભાવના રાખવી પડશે. કંઈક આપીને કંઈક તમારે મેળવવાની ભાવના રાખવી પડશે. કોઈ જૂનું રોકાણ આજે તમને લાભ અપાવી જાય તેવા અણસાર મળે છે એટલે કુલ મળીને આજે મિશ્ર દિવસ વિતવાની સંભાવના છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ,ષ) – મનમાં આજે થોડી નિરાશા વ્યાપી શકે છે પણ ઈશ્વર સ્મરણ કરીને આજનો દિવસ શરૂ કરવો. કર્મ કરવાની અદભુત શક્તિ આજે તમારામાં રહેલી છે પણ તમારે આવેશ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો પડશે. શરદી અને કફ જેવા રોગથી તમારે સાવધાની રાખવી પડશે અને લાગણી ઉપર અંકુશ રાખી આજે કાર્ય કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,ચ,ઝ,થ) – આજે કાર્ય પૂરું કરવા માટે થોડો પ્રયત્ન વધુ કરવો પડશે. એકના એક મુદ્દાને વધારે ને વધારે તમારે તપાસવો પડે. આજે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. જો તમારે કોઈની પાસેથી પૈસાની ઉઘરાણી કરવાની હોય તો આજે થોડો વધારે પ્રયત્ન કરવો પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – પોતાના પરિવાર સાથે સવારનું અને સાંજનું ભોજન લેવું

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.