કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મન કી બાત જેવા કાર્યક્રમની શરૂઆત કરી શકે છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે નામ જાહેર ન કરવાની શરતે કોંગ્રેસ પાર્ટીનાં એક નેતાએ કહ્યું કે, ‘અમે હાલમાં તેના પર કેવી રીતે કામ કરી શકીએ તેની યોજના બનાવી રહ્યા છીએ અને તેની ચર્ચા કરી રહ્યા છીએ. અમે નિષ્ણાતોની સલાહ પણ લઈ રહ્યા છીએ. આ માટે રાહુલ ગાંધી આગામી સમયમાં પોડકાસ્ટ સર્વિસ પણ અજમાવી શકે છે. એક અખબાર અનુસાર કોંગ્રેસ પાર્ટી તેની તૈયારી કરી રહી છે.
કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિએ કહ્યું કે, તેઓ લિંક્ડિન પ્લેટફોર્મ પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે લોકડાઉન સમયે પાર્ટીનાં સોશિયલ મીડિયા અભિયાનને નોંધપાત્ર ટેકો મળ્યો હતો. તેમણે કહ્યું, ‘અમારી ઓનલાઇન ઝુંબેશ‘ સ્પીક અપ ઈન્ડિયા ‘ને 28 મે નાં રોજ ઘણો ટેકો મળ્યો. એક જ દિવસમાં ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચ મિલિયનથી વધુ સંદેશા પ્રાપ્ત થયા છે.
નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા જ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. લોકડાઉન દરમિયાન રાહુલ ગાંધીએ તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 2,94,000 સબ્સ્ક્રાઇબર્સ થઇ ચુક્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં પ્રવાસી મજૂરો સાથેની વાતચીતને તેમની ચેનલ પર સાડા સાત કરોડથી વધુ વખત જોવામાં આવી હતી. વળી આરોગ્ય નિષ્ણાતો પ્રોફેસર આશિષ ઝા અને પ્રોફેસર જોહાન ગિસકે સાથે કોરોનો વાયરસ અંગેની તેમની વિડીયો વાતચીત 90,000 થી વધુ લોકો સુધી પહોંચી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
