Not Set/ #Video/ ચેન્નાઈ સુપર કિંગ્સ ખેલાડી દીપક ચહર બહેન માલતી ચહર સાથે કરી રહ્યો છે બોલિંગ પ્રેક્ટિસ

ભારતમાં, ઇન્ડિયન પ્રીમિયર લીગ (2020) પણ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવેલ છે. જો કે ચાહકો અને ખેલાડીઓ આઈપીએલને ઘણુ યાદ કરી રહ્યા છે અને દરેક ઈચ્છે છે કે આ વર્ષે આઇપીએલ રમાય. આ વચ્ચે ભારતનાં ફાસ્ટ બોલર દિપક ચહરની બહેન માલતી ચહર પણ આઈપીએલને ઘણી યાદી કરી રહી છે. આ જ કારણ છે કે […]

Uncategorized

ભારતમાં, ઇન્ડિયન પ્રીમિયર લીગ (2020) પણ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવેલ છે. જો કે ચાહકો અને ખેલાડીઓ આઈપીએલને ઘણુ યાદ કરી રહ્યા છે અને દરેક ઈચ્છે છે કે આ વર્ષે આઇપીએલ રમાય. આ વચ્ચે ભારતનાં ફાસ્ટ બોલર દિપક ચહરની બહેન માલતી ચહર પણ આઈપીએલને ઘણી યાદી કરી રહી છે. આ જ કારણ છે કે તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો છે.

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં ખેલાડી દિપક ચહર આ વિડીયોમાં બોલિંગ કરતા જોવા મળી શકે છે અને તેની બહેન માલતી ચહર બેટિંગ કરી રહી છે. માલતી ચહરે વિડીયો કેપ્શન શેર કર્યો છે – વી મિસ આઈપીએલ.

View this post on Instagram

🤣🤣🤣 We miss IPL😔 💛 # ipl #csk

A post shared by Malti Chahar(Meenu) (@maltichahar) on

આ વિડીયોની શરૂઆતમાં દીપક ચહર તેની બોલિંગ રન અપ તરફ જઇ રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં સંજય માંજરેકરનું વોઇસ-ઓવર અને આઇપીએલનું મ્યુઝિક વાગી રહ્યુ છે. સ્પીડમાં રનિંગ લીધા બાદ તે અંડર આર્મ બોલ ફેંકે છે. ત્યારબાદ કેમેરો સ્ટ્રોકરને બતાવે છે કે ચહરની બહેન માલતી સ્ટ્રાઇક પર છે. માલતી બોલને ડ્રાઇવ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બોલ તેના બેટની બહારની કિનારીએ વાગી સ્લિપમાં ચાલ્યો જાય છે. આ વિડીયોની સૌથી મનોરંજક વાત એ છે કે જે રીતે દીપક ચહર રન અપ લે છે, તેવું લાગે છે કે તે ઝડપી બોલ ફેંકશે, પરંતુ અચાનક તે અન્ડર-આર્મ બોલ ફેંકી દે છે. માલતી ચહરે શેર કરેલી આ વિડીયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.