બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પણ લોકડાઉનમાં તેના વિડીયોને લઈને ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહી છે. નોરા ફતેહી તેના શ્રેષ્ઠ ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે. ફિલ્મોની સાથે સાથે તેણે સોશિયલ મીડિયા પર પોતાની કુશળતા પર મજબૂત છાપ છોડી દીધી છે. હવે તાજેતરમાં નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં, નોરા ફતેહી ‘તાકી-તાકી’ ગીતમાં ધમાલ સાથે નૃત્ય કરતી જોવા મળી રહી છે, વળી વિડીયોમાં, નોરા કોરિયોગ્રાફર રજિત દેવ સાથે પણ જોવા મળી રહી છે.
આ વીડિયોમાં અભિનેત્રી નોરા ફતેહીએ રેડ કલરનો આઉટફિટ પહેર્યો છે. વિડીયોમાં નોરા ફતેહીની સ્ટાઇલ અને ડાન્સ બધાને દિવાના બનાવી રહ્યા છે. લોકો નોરા ફતેહીનાં આ વિડીયો પર ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, નોરા ફતેહી લોકડાઉનમાં તેની જૂની યાદોને તાજા કરી રહી છે. આવી સ્થિતિમાં તે પોતાની જૂના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ ‘સાકી-સાકી’, ‘એક તો કમ જિંદગાની’, ‘દિલબર’ અને ‘કમારીયા’ ગીતો દ્વારા બોલિવૂડમાં ખૂબ ધૂમ મચાવી છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મોમાં આવતા પહેલા અભિનેત્રીએ ટીવી શો ‘બિગ બોસ’થી પણ એક છાપ બનાવી હતી. અભિનેત્રી આ દિવસોમાં ક્વોરેન્ટાઇનમાં છે, પરંતુ તે સતત તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેના ફોટા અને વિડીયો શેર કરીને, નોરા ફતેહી ચાહકોમાં તેની હાજરી નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
