Not Set/ #UP/ મંદિરમાં પૂજા કરવાનાં મામલે દલિત યુવકની કરવામાં આવી હત્યા

યુપીનાં અમરોહા જિલ્લામાં મંદિરમાં પૂજાનાં વિવાદમાં એક દલિત યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ તે યુવકને મંદિરમાં પૂજા કરતા અટકાવ્યો હતો. ત્યારબાદથી વિવાદ વધ્યો હતો અને બાદમાં યુવકને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ એસપી ડો. વિપિન તાડા પોતે જ સ્થળ […]

India

યુપીનાં અમરોહા જિલ્લામાં મંદિરમાં પૂજાનાં વિવાદમાં એક દલિત યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ તે યુવકને મંદિરમાં પૂજા કરતા અટકાવ્યો હતો. ત્યારબાદથી વિવાદ વધ્યો હતો અને બાદમાં યુવકને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ એસપી ડો. વિપિન તાડા પોતે જ સ્થળ પર પહોંચ્યા હતા અને હત્યારાઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

આ ઘટના અમરોહા જિલ્લાનાં હસનપુર કોતવાલી વિસ્તારનાં ડોમખેડા ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે ચાર દિવસ પહેલા એક દલિત યુવક મંદિરમાં પૂજા કરવા ગયો હતો. ત્યાંના કેટલાક લોકોએ તેને પૂજા કરતા અટકાવ્યો હતો. ત્યારબાદથી બંને પક્ષો વચ્ચે વિવાદ વધતો ગયો હતો. આ મામલે કેટલાક લોકોએ કોતવાલીમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી ન હોતી.

ફરિયાદમાં, ઘણા લોકોને પૂજા કરવાનું બંધ કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ પછી શનિવારે મોડી રાત્રે યુવકની હત્યાની બાતમી મળતાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એસપી ડો.વિપિન તાડાનાં કહેવા મુજબ, આ કેસની તપાસ કરવામાં આવી રહી છે, પરિવારોની ફરિયાદનાં આધારે એક જ પરિવારનાં ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.