Not Set/ દેશમાં અત્યાર સુધી કોરોનાનાં કારણે લગભગ 7 હજાર લોકોનાં થયા મોત, સંક્રમિતની સંખ્યા અઢી લાખને પાર

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અઢી લાખને વટાવી ગઈ છે. વળી, ભારતમાં લગભગ 7 હજાર લોકો કોવિડ-19 ને કારણે મૃત્યુ પામ્યા છે. આપને જણાવી દઈએ કે 10 સૌથી વધુ અસરગ્રસ્ત કોરોના દેશોની યાદીમાં ભારત 5 માં સ્થાને પહોંચી ગયું છે. પ્રથમ નંબર અમેરિકા છે, જ્યાં 19 લાખથી વધુ લોકોનો ચેપ લાગ્યો […]

India

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અઢી લાખને વટાવી ગઈ છે. વળી, ભારતમાં લગભગ 7 હજાર લોકો કોવિડ-19 ને કારણે મૃત્યુ પામ્યા છે. આપને જણાવી દઈએ કે 10 સૌથી વધુ અસરગ્રસ્ત કોરોના દેશોની યાદીમાં ભારત 5 માં સ્થાને પહોંચી ગયું છે. પ્રથમ નંબર અમેરિકા છે, જ્યાં 19 લાખથી વધુ લોકોનો ચેપ લાગ્યો છે અને અત્યાર સુધીમાં 1,10,000 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 85 હજાર પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19 નાં 3,007 નવા કેસોનાં આગમન સાથે, કુલ સંખ્યા વધીને 85,975 થઈ ગઈ છે. વળી, રાજ્યમાં આ રોગચાળાને કારણે મૃત્યુ પામનારા કુલ લોકોની સંખ્યા વધીને 3,060 થઈ ગઈ છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી છેલ્લા અઠવાડિયાથી  દરરોજ કોરોનાનાં આંકડા 400+ જોવા મળી રહ્યા છે. આજ રોજ રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રકાશિત કોરોનાનાં આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 480  નવા પોઝિટિવ કેસ નોધાયા છે જેની સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંક 20,097 ઉપર પહોંચ્યો છે. આજ રોજ રાજયમાં કુલ 30 લોકોનાં મોત સાથે અત્યાર સુધી કુલ મોત નો આંક 1,249  પર પહોચ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનાં ચેપનાં લગભગ અડધા કેસ દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇ – ટોચનાં ચાર મહાનગરોમાં નોંધાયા છે. દેશમાં આ વાયરસને કારણે મૃત્યુઆંક 7,૦૦૦ ની નજીક પહોંચી ગયો છે અને મૃત લોકોમાંથી અડધા લોકો આ ચાર મહાનગરોનાં છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં તાજેતરનાં આંકડા અનુસાર, જો આ ચાર મહાનગરોનો સમાવેશ અમદાવાદ, ઇન્દોર અને પૂના સાથે કરવામાં આવે તો, કુલ ચેપગ્રસ્ત કેસોમાં 60 ટકા અને કુલ મૃત્યુઆંકનાં 80 ટકા આ સાત શહેરોનાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.