ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર ચાવ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે સાવચેતીના પગલારૂપે સ્વર્ણિમ સંકુલ-1માં ઓટોમેટિક થર્મલ સ્કેનર મૂકવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ 1 માં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી ઓ બિરાજમાન હોય છે. આ ઓટોમેટીક થરમ સ્કેનીંગ મશીન વ્યક્તિ નું ટેમરેચર માપશે, સાથે માસ્ક ના પહેર્યું હોય તો તે પણ બતાવશે અને જો ટેમરેચર વધુ હોય તો બજર વાગશે.
ઉલ્લેખનીય છે કે, ઓટોમેટીક થર્મલથી અંદર પ્રવેશતા કોઈપણ વ્યક્તિના ફોટા સાથે તેનું ટેમ્પરેચર ઓટોમેટિક માપી લેવામાં આવે છે. જેથી કોઈ પણ કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વર્ણિમ-1માં ન પ્રવેશી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઓટોમેટિક થર્મલથી મુલાકાતીઓનો ફોટો પણ પડી જાય છે. કેબિનેટ બેઠક હોવાના કારણે કેબિનેટ બેઠકમાં હાજરી આપતા મંત્રીઓને પણ ખાસ થર્મલ સ્કેનરથી તેમના શરીરનું તાપમાન માપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
