ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ મહાન વિકેટકિપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ભારતીય નર્સનાં વખાણ કર્યા છે. ભારતમાં જન્મેલી નર્સ શેરોન વર્ગીસ ઓસ્ટ્રેલિયામાં કાર્યરત છે. કોરોના વાયરસ સમયગાળા દરમિયાન ભારતીય મૂળનાં આરોગ્ય કર્મચારીઓની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. આ કડીમાં, શેરોન વર્ગીસનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે, જેઓ વોલોંગોંગમાં કેર હોમ્સમાં લોકોને સેવા આપી રહ્યા છે. વોલોંગોંગ યુનિવર્સિટીનાં શેરોન વર્ગીસે લોકડાઉન દરમિયાન નિસ્વાર્થ સેવાનો અદભૂત દાખલો બેસાડ્યો છે.
ભારતીય મૂળનાં આરોગ્ય કાર્યકરોની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. જેને લઇને ગિલક્રિસ્ટે શેરોનની પ્રશંસા કરી છે અને તેમનો આભાર માન્યો છે. ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમીશન દ્વારા ટ્વિટ કરાયેલા એક વિડીયોમાં ગિલક્રિસ્ટે કહ્યું કે, ‘શેરોન, હું તમારી નિ:સ્વાર્થ સેવા બદલ અભિનંદન પાઠવુ છું. સમગ્ર ઓસ્ટ્રેલિયા, સમગ્ર ભારત અને તમારા પરિવારને તમારા પર ગર્વ કરશે. તમને અભિનંદન અને આ રીતે કામ કરતા રહો. અમે બધા તમારી સાથે છીએ.’
Adam Gilchrist gives a shout out to Sharon Vergese a nurse from @UOW who has been working as an #agedcare worker during #COVID-19. https://t.co/NfT0Q7G6P8
To discover more stories like this follow #InAusTogether #InThisTogether. #studyaustralia @gilly381 @AusHCIndia @dfat
— Austrade India (@AustradeIndia) June 2, 2020
યુનાઇટેડ નર્સ્સ એસોસિએશન દ્વારા શેરોનની પ્રશંસા પણ કરવામાં આવી હતી. એસોસિએશને માહિતી આપી કે અહીંનાં 20 લાખ નર્સોમાંથી ઓછામાં ઓછી 15 લાખ નર્સ કેરળની છે. યુએનએનાં સેક્રેટરી સુજાનપૌલ અચ્યુથને કહ્યું કે, ઓછામાં ઓછા બે લાખ નર્સો બહાર છે. ગલ્ફ દેશો સિવાય તેઓ યુ.એસ., ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં છે. કેરળની નર્સો તેમના કામ માટે સમર્પિત છે, સેવા આપવી તેમના લોહીમાં છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
