Not Set/ સુશાંત સિંહ રાજપૂત પહેલા પણ ઘણા સ્ટાર્સ કરી ચુક્યા છે આત્મહત્યા, કોઈ પ્રેમમાં અસફળતા હતા તો કોઈ હતા ડિપ્રેશનનો શિકાર!

ફિલ્મ જગતે વધુ એક ચમકતો તારો ગુમાવ્યો છે. બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો. સુશાંતના મૃત્યુના સમાચારથી તેના પરિવારજની જ નહીં પરંતુ સિનેમા ઉપરાંત સામાન્ય લોકોની પણ આંખો ભીની થઈ ગઈ છે. સુશાંત સિવાય પણ ઘણા અન્ય સ્ટાર્સ […]

Uncategorized

ફિલ્મ જગતે વધુ એક ચમકતો તારો ગુમાવ્યો છે. બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો. સુશાંતના મૃત્યુના સમાચારથી તેના પરિવારજની જ નહીં પરંતુ સિનેમા ઉપરાંત સામાન્ય લોકોની પણ આંખો ભીની થઈ ગઈ છે. સુશાંત સિવાય પણ ઘણા અન્ય સ્ટાર્સ છે જેમણે આત્મહત્યા કરી લીધી છે અને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મનમીત ગ્રેવાલ

તાજેતરમાં, ટેલિવિઝન અભિનેતા મનમીત ગ્રેવાલએ 15 મેના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતની આત્મહત્યા પાછળનું કારણ તેનું પેમેન્ટ ન મળવાને કારણે આર્થિક સમસ્યા હતી. લોકડાઉનને કારણે તેઓને કામ મળી રહ્યું ન હતું.

પ્રેક્ષા મેહતા

થોડા દિવસો પહેલા અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ આત્મહત્યા કરી હતી. તે તેની કારકિર્દીને લઈને ખૂબ જ ચિંતિત હતી. લોકડાઉનને કારણે તે ઈંદોરમાં તેના ઘરે હતી. તેણીને લાગ્યું હતું કે જ્યારે તે મુંબઈ પરત જશે ત્યારે તેને કામ મળશે નહીં, તેથી તેણીની કારકિર્દી અંગે તાણવમાં હતી. તેણે ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘લાલ ઇશ્ક’ અને ‘મેરી દુર્ગા’ જેવા શોમાં કામ કર્યું હતું.

સેજલ શર્મા 

આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી હતી. સેજલની 7 લાઈનની સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે હું છેલ્લા 2 મહિનાથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છું. હું મારા અંગત જીવનથી પરેશાન છું. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. મારા મૃત્યુ માટે હું પોતે જ જવાબદાર છું. મમ્મી, પપ્પા, ભાઈ, તમારી સંભાળ રાખો. મને માફ કરો કે મેં આ નિર્ણય લીધો છે, પરંતુ મારી પાસે બીજી કોઈ જ રસ્તો નહતો. હું તમને લોકો ખૂબ પ્રેમ કરું છું.

જિયા ખાન

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના સમાચારોએ પણ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. જિયાએ ‘નિશબ્દ’ અને ‘ગજની’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જિયાએ 25 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથેના સંબંધોને કારણે જિયા તેની ફિલ્મોમાં અભિનય કરતા વધારે ચર્ચામાં રહી હતી.

પ્રત્યુષા બેનર્જી

આ લિસ્ટમાં પ્રખ્યાત નાના પડદાની અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીનું નામ પણ શામેલ છે. પ્રત્યુષા ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. જો કે, તેની ઓળખ બાલિકા વધુ સીરિયલથી થઈ હતી. પ્રત્યુષાએ પણ ફાંસી લગાવીને આપઘાત કરી લીધી હતી. પ્રત્યુષાને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.

કુશલ પંજાબી

ગત વર્ષે ડિસેમ્બરમાં ટીવી અભિનેતા કુશલ પંજાબીએ મોતને ગળે લાગ્યું હતું. કુશલે પણ આત્મહત્યા કરી હતી. કુશલના મોત બાદ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે તેના મોત માટે કોઈને જવાબદાર ઠેરવ્યા ન હતા.

રાહુલ દિક્ષિત

નાના પડદાના જાણીતા અભિનેતા રાહુલ દિક્ષિતે ગયા વર્ષે આત્મહત્યા કરી હતી. જયપુરનો રહેવાસી એક 28 વર્ષિય યુવાન મુંબઇમાં રહેતો હતો. તેનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો હતો.

કુલજીત રંધાવા

પ્રખ્યાત સુપરમોડેલ અને ટીવી અભિનેત્રી કુલજીત રંધાવાએ પણ આત્મહત્યા કરી હતી. કુલજીતનાં મૃત્યુ પછી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી જેમાં તેણે લખ્યું કે તે જીવનના પ્રેશરનો સામનો કરી શકતી નથી, આ કારણે તે પોતાનું જીવન સમાપ્ત કરી રહી છે.

कुलजीत रंधावा

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.