Not Set/ Viral Video/ યુવતીનો સાડી પહેરી બેકફ્લિપનો વિડીયો વાયરલ, જોઇને તમે પણ કરશો વખાણ

સોશિયલ મીડિયા પર, ઘણા ડાન્સિંગ વિડીયો વાયરલ થાય છે પરંતુ તમે જો આ વિડીયો એકવાર દેખશો તો તમે તેના વખાણ કર્યા વિના નહી રહી શકો. એક યુવતી કે જેણે સાડી પહેરી બેકફ્લિપ કરી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને યુવતીનાં ડાન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડીયોમાં જોઇ શકાય […]

Videos

સોશિયલ મીડિયા પર, ઘણા ડાન્સિંગ વિડીયો વાયરલ થાય છે પરંતુ તમે જો આ વિડીયો એકવાર દેખશો તો તમે તેના વખાણ કર્યા વિના નહી રહી શકો. એક યુવતી કે જેણે સાડી પહેરી બેકફ્લિપ કરી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને યુવતીનાં ડાન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વિડીયોમાં જોઇ શકાય છે કે આમિર ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ દિલનું પ્રખ્યાત ગીત મુજે નીંદ ન આયે…માં યુવતીએ જબરદસ્ત ડાન્સ કરે છે. તેણીએ સાડી પહેરી હતી, તેમ છતા પણ તે એકદમ મુશ્કેલ બેકફ્લિપ પણ આસાનીથી કરી શકે છે. ટ્વિટર યુઝર સંગીતા વોરિયરે આ વિડીયો શેર કર્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે શું ટેલેન્ટ છે. ન તો પગરખાં, ન યોગ્ય ફ્લોર અને ઉપરથી સાડી. કેવી રીતે ફ્લિપ મારી જમીનને હાથથી પકડે છે. તેઓએ આ યુવતીને સુપર વુમન પણ ગણાવી હતી.

આ વિડીયો 13 મે નાં રોજ શેર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ આવી ગયા છે. વળી, 18 હજારથી વધુ લાઈક્સ અને 3 હજાર રિ-ટ્વિટ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આ યુવતીનું નામ મિલિ સરકાર છે, તે ટિકટોકમાં તેમના નૃત્ય માટે ખૂબ પ્રખ્યાત છે. તેના ટિકટોક વિડીયો પણ અગાઉ વાયરલ થયો છે. ટ્વિટર પર લોકોએ તેના ડાન્સની ખૂબ પ્રશંસા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.