Not Set/ બોલિવૂડનો એક શાનદાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પંચતત્વમાં વિલિન

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વોમાં વિલિન થઇ ગયા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે વિલે પાર્લેનાં પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પિતા, પરિવારનાં અન્ય સભ્યો અને નજીકનાં મિત્રો હાજર હતા. કોવિડ-19 પ્રોટોકોલને કારણે સુશાંતની છેલ્લી મુલાકાતમાં 20 થી વધુ લોકો હાજર ન હોતા. પોતાના દિકરાનાં મોતનાં સમાચાર સાંભળ્યા બાદ પિતા સાથે […]

Uncategorized

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વોમાં વિલિન થઇ ગયા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે વિલે પાર્લેનાં પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પિતા, પરિવારનાં અન્ય સભ્યો અને નજીકનાં મિત્રો હાજર હતા. કોવિડ-19 પ્રોટોકોલને કારણે સુશાંતની છેલ્લી મુલાકાતમાં 20 થી વધુ લોકો હાજર ન હોતા.

પોતાના દિકરાનાં મોતનાં સમાચાર સાંભળ્યા બાદ પિતા સાથે તેમના પિતરાઇ ભાઇ અને અય સગા સંબંધીઓ તેમના મૂળ વતન પટનાથી મુંબઈ પહોંચ્યા હતા. બીજી તરફ, તેમના મિત્ર રિયા ચક્રવર્તી મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં સુશાંતનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. બોલિવૂડ સેલેબ્સ સુશાંતની અંતિમ યાત્રામાં જોડાવા માટે સ્મશાન ઘાટ પર પહોંચ્યા હતા. શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનને તેમના મિત્રને અંતિમ વિદાય આપી.

સોમવારે ફોરેન્સિક ટીમ પણ તેમના ભાડાનાં ફ્લેટની તપાસ માટે આવી હતી. સુશાંતસિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, જેમા એવું જાણવા મળ્યું કે સુશાંતનું મોત ગૂંગળામણનાં કારણે થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર પોસ્ટમોર્ટમ બાદ સુશાંતસિંહ રાજપૂતનાં ઓર્ગેન્સ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.