Not Set/ યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી/ CM વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને યૌગિક ક્રિયાઓ સાથે શરુ કર્યો દિવસ, સાથે જોડાયા….

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ  21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત  આજે સવારે  યોગ પ્રાણાયમ કરીને દિવસ નો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશ ભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલું છે તદનુસાર મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પણ  ગાંધીનગરમાં […]

Uncategorized

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ  21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત  આજે સવારે  યોગ પ્રાણાયમ કરીને દિવસ નો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે આયુષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશ ભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલું છે

તદનુસાર મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પણ  ગાંધીનગરમાં મુખ્ય મંત્રી નિવાસ સ્થાન ના પ્રાંગણ માં શ્રીમતી અંજલિ બહેન રૂપાણી અને  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના અધ્યક્ષ શિષપાલજી સાથે  સવારે યૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા

મુખ્યમંત્રી એ યોગ કરીશું કોરોના ને હરાવિશુંમંત્ર સાથે રાજ્યના સૌ નાગરિકોને  કોરોના સામે  યોગાસન વ્યાયામ ના આયામ  થી  રોગ પ્રતિકારક શકિત વધારવા કરેલા આહ્વાન ને પગલે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અવસરે રાજ્યભરમાં યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ પર અનેક પરિવારોએ સ્વયંભૂ  યોગ પ્રાણાયામ પોતાને ઘરે  કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.