RIC બેઠકમાં રશિયાના વિદેશ પ્રધાને કહ્યું કે પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહેવાની અપેક્ષા છે. ભારત અને ચીન વચ્ચે સરહદ પરના વિવાદ અંગે રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કહ્યું કે મને નથી લાગતું કે ભારત અને ચીનને બહારથી કોઈ મદદની જરૂર છે. કોઈએ તેમને મદદ કરવાની જરૂર નથી, ખાસ કરીને જ્યારે દેશના પ્રશ્નોની વાત આવે. તેઓ તેમના વિવાદનો જાતે સમાધાન કરી શકે છે. રશિયા-ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની બેઠકમાં રશિયન વિદેશ પ્રધાને કહ્યું હતું કે અમને આશા છે કે પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહેશે અને બંને દેશો વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ માટે કટિબદ્ધ રહેશે.
I don’t think that India & China need any help from the outside. I don’t think they need to be helped,especially when it comes to country issues. They can solve them on their own, it means the recent events: Russian Foreign Minister Sergei Lavrov at RIC foreign ministers’ meeting pic.twitter.com/gwsr5GEwd0
— ANI (@ANI) June 23, 2020
